Site icon

ધ કેરળ સ્ટોરી સ્ટાર અદા શર્માએ માર્ગ અકસ્માત પછી શેર કર્યું હેલ્થ અપડેટ, ટ્વીટ કરી આપી માહિતી

રવિવારે સમાચાર આવ્યા હતા કે અદા શર્મા અને સુદીપ્તો સેન રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા. હવે, અભિનેત્રીએ તેના વિશે એક મહત્વપૂર્ણ અપડેટ શેર કર્યું છે.

ધ કેરળ સ્ટોરી સ્ટાર અદા શર્માએ માર્ગ અકસ્માત પછી શેર કર્યું હેલ્થ અપડેટ, ટ્વીટ કરી આપી માહિતી

ધ કેરળ સ્ટોરી સ્ટાર અદા શર્માએ માર્ગ અકસ્માત પછી શેર કર્યું હેલ્થ અપડેટ, ટ્વીટ કરી આપી માહિતી

News Continuous Bureau | Mumbai

રવિવાર, 14 મેના રોજ, ધ કેરળ સ્ટોરી ના દિગ્દર્શક સુદીપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા કરીમનગરમાં હિન્દુ એકતા યાત્રામાં સામેલ થવાના હતા. અહેવાલ મુજબ, ટીમનો માર્ગ અકસ્માત થયો હતો, તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, અદા એ તેના અને દિગ્દર્શક વિશે એક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યું છે. 

Join Our WhatsApp Community

 

અદા શર્મા એ આપી માહિતી 

અદા શર્માએ ટ્વિટ કર્યું જેમાં તેણે લખ્યું, ‘મિત્રો હું ઠીક છું. અમારા અકસ્માતને લઈને જે સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે તેના કારણે અનેક સંદેશાઓ મળી રહ્યા છે. આખી ટીમ અને અમે બધા ઠીક છીએ. ગંભીર કંઈ નથી. તમે બધાએ અમારા વિશે વ્યક્ત કરેલી ચિંતા બદલ આભાર.

આ પહેલા ‘ધ કેરળ સ્ટોરી’ના ડાયરેક્ટરે માર્ગ અકસ્માત અંગે માહિતી આપી હતી.

100 કરોડ ક્લબમાં પ્રવેશી ‘ધ કેરળ સ્ટોરી’

જણાવી દઈએ કે અદા શર્માની ફિલ્મ ધ કેરળ સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2023ની આ ચોથી ફિલ્મ છે, જેણે 100 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને વિપુલ શાહ નિર્માતા છે.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version