News Continuous Bureau | Mumbai
‘The Kerala Story’ : અદા શર્મા અભિનિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ (The Kerala Story)ને 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બે કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે – બેસ્ટ ડિરેકશન (Best Direction) અને બેસ્ટ સિનેમેટોગ્રાફી (Best Cinematography). જોકે, ફિલ્મના એવોર્ડ જીતવા પર કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એ કડક વિરોધ નોંધાવ્યો છે. તેમણે ફિલ્મને ‘ઝૂઠ ના આધાર’ પર બનેલી અને ‘સાંપ્રદાયિક એજન્ડા’ ને આગળ ધપાવતી ગણાવી છે.
આ સમાચાર પણ વાંચો : Aamir Khan: ‘સિતારે જમીન પર’ ના યૂટ્યૂબ રિલીઝમાં આવી ખામી, આમિર ખાને સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ
મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પ્રતિક્રિયા
મુખ્યમંત્રીએ જણાવ્યું કે “મલયાલમ સિનેમાએ આ વર્ષે નેશનલ એવોર્ડ્સમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે, પણ ‘ધ કેરળ સ્ટોરી’ને એવોર્ડ આપવો ભારતીય સિનેમાની પરંપરાનું અપમાન છે.” તેમણે કહ્યું કે ફિલ્મ ‘કેરળને બદનામ’ કરવા અને ‘સાંપ્રદાયિકતા ફેલાવવા’ માટે બનાવવામાં આવી છે. તેમણે દેશના લોકશાહીપ્રેમી નાગરિકોને આ નિર્ણય સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી.
At the 71st National Film Awards, ‘The Kerala Story’ won Best Director and Best Cinematography awards.
Kerala CM Pinarayi Vijayan tweets, “By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal… pic.twitter.com/vw39P3tjWa
— ANI (@ANI) August 1, 2025
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ત્રણ યુવતીઓના લવ જિહાદ ના શિકાર બનવાની અને ત્યારબાદના અનુભવોને દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ રિલીઝ સમયે પણ ભારે વિવાદમાં રહી હતી અને અનેક રાજ્યોમાં વિરોધ થયો હતો. જ્યારે ફિલ્મને બે શ્રેષ્ઠ કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યા છે, ત્યારે આ વિવાદ ફરીથી તાજો થયો છે. ફિલ્મના નિર્માતાઓ અને અભિનેત્રીએ એવોર્ડ માટે ખુશી વ્યક્ત કરી છે, જ્યારે રાજકીય વર્ગમાંથી આ નિર્ણય સામે વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)