The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ

The Raja Saab Trailer: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ 'ધ રાજા સાબ'નું ટ્રેલર થયું રીલિઝ; ટ્રેલરમાં પ્રભાસ અને સંજય દત્તનો ખુંખાર અવતાર જોવા મળ્યો; ફિલ્મ પાંચ ભારતીય ભાષાઓમાં થશે રિલીઝ

by Zalak Parikh
The Raja Saab Trailer: Prabhas' Horror-Comedy 'The Raja Saab' Trailer Released, Sanjay Dutt Seen in a Fearsome Avatar

News Continuous Bureau | Mumbai

The Raja Saab Trailer: સાઉથ અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી નિધિ અગ્રવાલ પણ જોવા મળી રહી છે. આ હોરર-કોમેડી ફિલ્મને પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ બનાવવામાં આવી છે અને તેનું નિર્દેશન મારૂતિએ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Rani Mukerji : જાણો કેમ નેશનલ એવોર્ડ માં રાની મુખર્જી એ પહેર્યો હતો તેની દીકરી ના નામ નો નેકલેસ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

ટ્રેલરની જાણકારી

ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો, તે એક અદભુત શરૂઆતના ગીત, “કોઈ યહાં આહા નાચે નાચે” થી શરૂ થાય છે. આ અદ્ભુત ઇફેક્ટ ફિલ્મને વધુ ભયાનક બનાવે છે, અને તેમાં હોરરની સાથે કોમેડી, એક્શન અને રોમાંસનો પણ સમાવેશ થાય છે. આ 3 મિનિટ, 34 સેકન્ડના ટ્રેલરમાં અદભુત ઇફેક્ટ દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં બોમન ઈરાની અને ઝરીના વહાબ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)


ફિલ્મ ‘ધ રાજા સાબ’માં પ્રભાસ અને માલવિકાની સાથે નિધિ અગ્રવાલ, રિદ્ધિ કુમાર અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે, જેને પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ હવે 9 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થવાની છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More