News Continuous Bureau | Mumbai
Vikrant massey The sabarmati report: વિક્રાંત મેસી 12 મી ફેલ બાદ હવે ટૂંક સમયમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. લાંબા સમય બાદ સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગવાની ઘટના પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ એકતા કપૂરના બાલાજી મોશન પિક્ચર્સ અને વિકીર ફિલ્મ્સનું આગામી સાહસ છે.’સાબરમતી રિપોર્ટ’ના નિર્માતાઓએ ફિલ્મની જાહેરાતનો વીડિયો શેર કર્યો છે. અને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
સાબરમતી રિપોર્ટ ની રિલીઝ ડેટ
‘સાબરમતી રિપોર્ટ’ના નિર્માતાઓએ ફિલ્મની જાહેરાતનો વીડિયો શેર કરતા તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ સાથે તેમને કેપ્શનમાં લખ્યું છે, ‘એક અનટોલ્ડ સ્ટોરી સાથે ઈતિહાસને ઉજાગર કરવા માટે તૈયાર રહો – સાબરમતી રિપોર્ટ – 2002ની ઘટનાની એક રસપ્રદ સફર જેણે સમગ્ર રાષ્ટ્ર પર અમીટ છાપ છોડી દીધી હતી! 3 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં. આ ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરી 2002 માં ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસની અંદર અયોધ્યાથી પરત ફરી રહેલા 59 હિંદુ તીર્થયાત્રીઓ અને કાર સેવકોના મોત થયા હતા. આગ લાગવાનું કારણ હંમેશા વિવાદનો વિષય રહ્યો છે. આ ઘટનાને ફિલ્મ કેટલી નિષ્પક્ષતાથી બતાવવામાં સફળ થાય છે તે જોવું રહ્યું.
આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: કલ્કી 2898 એડી ના પ્રમોટર્સ એ લીધો બોલિવૂડના આ સુપરસ્ટાર નો સહારો! અભિનેતા ના ઘર ની બહાર ઉભા રહી કરી ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત
