TGIKS 4: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ૪’ નું ધમાકેદાર ટ્રેલર આવ્યું! શું છે નવું, અને કઈ બાબતોમાં શો પાછળ પડી શકે છે? જાણો વિશ્લેષણ

TGIKS 4: કૉમેડી કિંગ કપિલ શર્માના OTT શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની ચોથી સીઝન નો નવો પ્રોમો વીડિયો રિલીઝ થઈ ગયો છે, જે ૨૦ ડિસેમ્બરથી Netflix પર શરૂ થશે. આ સિઝનમાં કપિલ શર્મા પોતે અતરંગી પાત્રો ભજવતા જોવા મળશે.

by Zalak Parikh
The Trailer for TGIKS 4 is Out! Know What's New This Season? Where It Might Lag

News Continuous Bureau | Mumbai

TGIKS 4: કૉમેડી કિંગ કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ (TGIKS) સીઝન ૪ નો પહેલો પ્રોમો વીડિયો જાહેર થઈ ગયો છે. OTT પ્લેટફોર્મ Netflix પર આ શો ૨૦ ડિસેમ્બરથી શરૂ થશે. પ્રોમો વીડિયોમાં કપિલ શર્મા અને તેની કૉમેડી ગેંગ ફરી એકવાર દર્શકોને હસાવતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Akshay Khanna: અક્ષય ખન્નાના શૂટિંગનો સંઘર્ષ: નાના સિલિન્ડરની મદદથી પૂરા કર્યા શૉટ્સ, દરેક કટ પછી લગાવતા હતા ઑક્સિજન માસ્ક, શું છે કારણ?

આ સિઝનમાં શું છે નવું?

કપિલ શર્માએ આ સિઝનમાં કેટલાક ફેરફારો કર્યા છે.કપિલ શર્મા આ વખતે પોતે જ અલગ-અલગ પાત્રોના ગેટઅપમાં એક્ટ કરતા જોવા મળશે. અગાઉની ત્રણ સિઝનમાં જ્યાં કપિલ માત્ર હોસ્ટ કરતા હતા અથવા મહેમાનો સાથે વાતચીત કરતા હતા, તેનાથી વિપરીત આ વખતે તે પોતે મંચ પર આવીને કૉમેડી કરશે.એવું લાગે છે કે કપિલ શર્મા પાછલી ત્રણ સિઝનમાં જોવા મળેલા લગભગ તમામ કૉમેડિયન્સને એકસાથે લાવવાના છે. કૃષ્ણા અભિષેક અને કિકુ શારદા ઉપરાંત અન્ય ઘણા કૉમેડિયન્સ ટ્રેલરમાં નજરે પડે છે. આ સિવાય કેટલાક નવા કલાકારો પણ જોવા મળી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


ટ્રેલરને આધારે કેટલાક સવાલો ઊભા થયા છે જેમકે, ટ્રેલર વીડિયોમાં ક્યાંય પણ કોઈ એવો એક્ટ દેખાતો નથી જેના પર ખરેખર હસવું આવે. આટલા બધા કૉમેડિયન્સને એકસાથે મંચ પર લાવવા અને દરેકની ભૂમિકાને ન્યાય આપવો એક મોટો પડકાર છે.કપિલ શર્મા વાતચીત દ્વારા દર્શકોને હસાવવામાં માહેર છે, પરંતુ એક્ટિંગના મામલે તે સુનીલ ગ્રોવર કે કૃષ્ણા જેટલા માસ્ટર ખેલાડી નથી. આ જોખમથી કદાચ પાસો ઊલટો પડી શકે છે.એવી અટકળો છે કે Netflix સાથેના ૪ સિઝનના કરારને કારણે આ TGIKS ની છેલ્લી સિઝન હોઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More