News Continuous Bureau | Mumbai
The vaccine war: વિવેક અગ્નિહોત્રીએ 2022માં તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. તેનું બજેટ 15 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે રેકોર્ડબ્રેક 252.90 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે દિગ્દર્શક તેની નવી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ માટે ચર્ચામાં છે, પરંતુ આ ફિલ્મ પણ વિવાદના વાદળોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. આ ફિલ્મ ને રીવ્યુ સારા મળ્યા હોવા છતાં પણ દર્શકો વિવેક અગ્નિહોત્રી ને ટ્રોલ કરી રહ્યા છે
વિવેક અગ્નિહોત્રી એ શેર કર્યો વિડિયો
વિવેક અગ્નિહોત્રીએ તેના X (Twitter) હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં લોકોનું એક મોટું જૂથ સિનેમા હોલની બહાર ફિલ્મનો વિરોધ કરતા જોઈ શકાય છે. તેમના હાથમાં કેટલાક પેમ્ફલેટ જોઈ શકાય છે, જ્યારે પોલીસકર્મીઓ પરિસ્થિતિને થાળે પાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી ત્યાં ભીડ પણ એકઠી થઈ ગઈ. વીડિયો શેર કરતી વખતે વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, “મને હમણાં જ ‘ધ વેક્સીન વોર’ના વિરોધનો એક વીડિયો મળ્યો છે. જો લોકો સ્વચ્છ છે તો તેઓ ગુસ્સે કેમ થાય છે?
I have just received a video of protest against #TheVaccineWar. Why are people getting rattled if they are clean? pic.twitter.com/lgz51HZ70v
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 2, 2023
ધ વેક્સીન વોર ની વાર્તા
‘ધ વેક્સીન વોર‘ ભારતીય વૈજ્ઞાનિકોની આસપાસ ફરે છે જેમણે કોવિડ-19 માટે સૌથી અસરકારક અને ઝડપી રસી બનાવી છે. આ ફિલ્મમાં ભારતીય વૈજ્ઞાનિકો અને મહિલાઓની ટીમે રસી માટે કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂક્યો તેની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ પણ ધીમે ધીમે લોકોના દિલ જીતી રહી છે અને પોતાની છાપ છોડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ માટે રણબીર કપૂર નહોતો સંદીપ રેડ્ડી વાંગા ની પહેલી પસંદ, આ સાઉથ સુપરસ્ટાર ને ઓફર થયો હતો લીડ રોલ