ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
બૉલિવુડ ઇન્ડસ્ટ્રીની ગ્લૅમર ભરી રંગીન દુનિયામાં એવા કેટલાય ચહેરો જોવા મળે છે જેમણે પોતાની ઓળખ બનાવી છે. પરંતુ શું તમે જાણો છો કે આ રંગીન દુનિયામાં એવા કેટલાય સિતારાઓ છે જેઓ પુરુષની જિંદગીથી કંટાળી જઈને પોતાનું જેન્ડર ચેન્જ કરીને તેમનું નસીબ જ બદલી નાખ્યું છે, ચાલો, આ કલાકારો પર એક નજર કરીએ.
ગઝલ ધાલીવાલ
ગઝલ ધાલીવાલ એક અભિનેત્રીના રૂપમાં તેમ જ લેખકના રૂપમાં ઓળખાય છે. ગઝલે લેખકના રૂપમાં ફિલ્મ ‘એક લડકી કો દેખાતો ઐસા લગા’થી ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. આ પહેલાં તેણે પુરુષના રૂપમાં જન્મ લીધા બાદ તે એક ટ્રાન્સજેન્ડર મહિલા બની.
ગૌરવ અરોરા
ટીવી રિયાલિટી શો સ્પીટવીલા ૮ના મસ્ક્યુલર બૉડી, શાનદાર લુકવાળા મેચો મૅન ગૌરવ અરોરાને તમે ભૂલી નહીં શક્યા હો. હવે ગૌરવ, ગૌરવમાંથી ગૌરી થઈ છે. ગૌરવે પોતે જ પોતાની જાતને એક સુંદર સ્ત્રીના રૂપમાં બદલી નાખી છે. તેનો આ અવતાર ખરેખર સુંદર નજર આવી રહ્યો છે.
બૉબી ડાર્લિંગ
બૉબી બૉલિવુડની સેલિબ્રિટી હોવાની સાથે મૉડલ અને રિયાલિટી શોમાં કામ કરી ચૂકી છે. બૉબીનો જન્મ એક છોકરા તરીકે થયો હતો અને બાળપણમાં તેનું નામ પંકજ શર્મા હતું. પંકજ લગભગ 10 વર્ષ સુધી છોકરા જેવી જિંદગી જીવતો હતો, પરંતુ અચાનક તેના વ્યવહારમાં પરિવર્તન આવવાને કારણે તેણે પોતાનું જેન્ડર ચેન્જ કર્યું.
શિનાતા સાંઘા
શિનાતા સાંઘા દક્ષિણ એશિયાની પ્રસિદ્ધ ટ્રાન્સજેન્ડર મૉડલ છે. આજના સમયમાં તેની કમાણી કરોડોમાં છે. શિનાતા કેટલાંક મૅગેઝિન્સના કવર પેજ પર નજર આવી ચૂકી છે તથા વર્ષ-2010થી 2012 સુધી લગાતાર ત્રણ વાર વિશ્વની સૌથી સુંદર ટ્રાન્સજેન્ડરનો ખિતાબ જીતી ચૂકી છે. શિનાતાએ પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યા બાદ કેટલીક બ્યૂટી કોન્ટેસ્ટ જીતી ચૂકી છે.