ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 નવેમ્બર 2020
બૉલીવુડ અભિનેત્રી સના ખાન આજકાલ તેના લગ્નને લઈને ખુબ ચર્ચામાં છે. સના ખાને ઇસ્લામ ધર્મ માટે ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીઝ ને અલવિદા કહી દીધું હતું. બોલીવુડની વાત કરવામાં આવે તો અહીં અલગ-અલગ દેશમાંથી કલાકારો કામ કરવા આવે છે. બૉલીવુડ સિતારાઓનું બ્રેકગ્રાઉન્ડ જોવા જઈએ તો દરેક માણસ અલગ-અલગ રસ્તા પર ચાલીને અહીં પહોંચ્યો હોય છે. આ સિતારાઓ પૈકી ઘણી બૉલીવુડ હસીનાઓ પણ છે જે ગ્લેમરસ દુનિયા છોડીને આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગઈ છે. જાણો કોણ-કોણ છે એ બૉલીવુડ અભિનેત્રીઓ જેને એક્ટિંગ છોડીને આધ્યામિક માર્ગ અપનાવ્યો છે.
1. બરખા મદાન
બરખા મદાન એ વર્ષ 1994માં મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચુકી છે. વર્ષ 2012માં તેને ફિલ્મની દુનિયાને છોડવાનો ફેંસલો કર્યો હતો. આ બાદ તે બૌદ્ધ ધર્મની નન બની ગઈ હતી. બરખા મદાન બૌદ્ધ ધર્મથી ઘણી પ્રભાવિત થઇ હતી. ત્યારથી તે નન તરીકેની જિંદગી જીવી રહી છે.
2.સના ખાન
બિગ બોસ ફેમ બોલિવૂડ અભિનેત્રી સના ખાને ગોવા, હલ્લા બોલ, જય હો જેવી તમામ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ આ ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે, તે કેટલીક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ જોવા મળી હતી. ત્યારબાદ અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે કાયમ માટે બોલિવૂડની ચમકતી દુનિયાને અલવિદા કહી દીધું છે. સના ખાને નક્કી કર્યું હતું કે હવે તે ભગવાનના માર્ગે ચાલશે અને માનવતા માટે કામ કરશે. સના ખાને તાજેતરમાં જ ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા છે.
3.અનુ અગ્રવાલ
અનુની ફીચર ફિલ્મ 'આશિકી'તો બધાએ જોઈ જ હશે. આ ફિલ્મમાં તેના રોલની ઘણી તારીફ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તે આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી હતી. તેનો આત્મવિશ્વાસ જોઈને લાગતું હતું કે, તે બોલીવુડમાં કામ કમાશે પરંતુ સમયને આ મંજુર ન હતું. ધીમે-ધીમે અનુ અસફળ થવા લાગી હતી. તેની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો આ કારણે લઈને હંમેશ માટે બોલીવુડને અલવિદા કહી દીધું હતું. આ બાદ તે ગરીબ બાળકોને યોગ શીખવવા લાગી હતી.
4.મમતા કુલકર્ણી
90ના દાયકાની બૉલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી તેની બોલ્ડ અદાઓથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. મમતાએ ટોપલેસ ફોટોશૂટ કરીને તહેલકો મચાવી દીધો હતો. જ્યારે પણ મમતા કુલકર્ણીનું નામ આપણા મગજમાં આવે છે ત્યારે આશિક આવારા (1993), વક્ત હમારા હૈ (1993), ક્રાંતિવીર (1994), કરણ અર્જુન (1995) જેવી ફિલ્મ્સના સીન યાદ આવી જાય છે. મમતા કુલકર્ણીએ સફળ કારકિર્દી મેળવી હતી. પરંતુ થોડા સમય બાદ તેનું નામ ડ્રગ તસ્કરી કરતા વિજય ગોસ્વામી સાથે જોડાઈ ગયું હતું. આ બાદ મમતાએ બોલીવુડ છોડી આધ્યાત્મિકતા સ્વીકારવાનું નક્કી કર્યું હતું.
5.જાયરા વાસીમ
જાયરા વસીમને આપણે દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોથી જાણીએ છીએ જેમાં તેણે ત્રણ ખાન પૈકી એક આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મોમાં તેણે બાળ કલાકારોની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમની અભિનય કુશળતાથી તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. 2019 માં કંઈક એવું બન્યું કે, જાયરા વસીમે ફિલ્મ ઉદ્યોગ છોડી દેવાનું નક્કી કર્યું. આ નિર્ણયથી બધા ચોંકી ઉઠ્યા હતા. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય માટે કટ્ટરપંથી સંસ્થા જવાબદાર છે. જોકે, જાયરાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. જાયરા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી.
6.સોફિયા હયાત
મલ્ટિ-ટેલેન્ટેડ સોફિયા એક ગાયક, અભિનેત્રી અને લોકપ્રિય ટીવી પર્સનાલિટી હતી. તાજેતરમાં જ તેણે સુશાંત સિંહ રાજપૂત માટે અવાજ ઉઠાવ્યો હતો. રિલેશનશિપમાં દગો થવાને કારણે તેણે સાધ્વી બનવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે પોતાનું નામ પણ બદલ્યું હતું. આધ્યાત્મિકતા અપનાવીને તે સોફિયા હયાતની બદલે Gaia Sofia Mother બની છે. સોફિયા ખુદને નન બતાવે છે.
