ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
મનોરંજન જગતમાં એવા ઘણા કલાકારો છે જેઓ આજે સફળતાના શિખરે પહોંચ્યા છે. સફળતાના આ તબક્કે પહોંચેલા આ કલાકારો માટે ખ્યાતિની કોઈ કમી નથી. આજે દરેક વ્યક્તિ આ કલાકારોને તેમના નામ અને કામથી ઓળખે છે, પરંતુ ઘણા ઓછા લોકો છે જે જાણે છે કે આ શિખર હાંસલ કરવું એટલું સરળ નહોતું જેટલું લાગે છે. ટીવી જગતમાં એવા ઘણા કલાકારો છે જેમણે સફળતાનાં શિખરો સુધી પહોંચવા માટે ઘણા તબક્કાઓ પાર કર્યા છે. ચાલો આપણે તે ટીવી સ્ટાર્સ વિશે જાણીએ જેમણે ઍરલાઇનમાં એટેન્ડન્ટ અથવા ઍર હોસ્ટેસ તરીકે કામ કર્યું છે.
દીપિકા કકર
પ્રખ્યાત ટેલિવિઝન શો 'સસુરાલ સિમર કા'માં સિમરનું પાત્ર ભજવનાર દીપિકા કકરે અભિનય કરતાં પહેલાં ઍર હોસ્ટેસ તરીકે કામ કર્યું હતું. જોકે સ્વાસ્થ્યની સમસ્યાઓના કારણે દીપિકાને નોકરી છોડવી પડી હતી. જે પછી તેણે મનોરંજન જગતમાં પોતાનું નસીબ અજમાવ્યું અને આજે તે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયું છે.
હિના ખાન
ટેલિવિઝનની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી હિના ખાન પણ એક સમયે ઍર હોસ્ટેસ રહી ચૂકી છે. હિનાએ પોતાની કારકિર્દીની શરૂઆત ઍરલાઇન એટેન્ડન્ટ તરીકે કરી હતી. આ પછી ટીવી દુનિયામાં આવી. તેના શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' એ તેને ઘરે ઘરે નવી ઓળખ આપી.
ધીરજ ધૂપર
ધીરજ ધૂપર એટલે કે 'કુંડલી ભાગ્ય'નો કરણ લુથરા. આજે ટીવી ઉદ્યોગમાં જાણીતો અભિનેતા છે. દિલ્હીના રહેવાસી ધીરજે ઘણાં વર્ષો સુધી ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે ઍરલાઇનમાં કામ કર્યું. આ દરમિયાન તેના દેખાવને જોતાં ઘણા લોકોએ તેને મનોરંજન ઉદ્યોગનો ભાગ બનવાની સલાહ આપી અને આજે તે ટેલિવિઝનનો જાણીતો ચહેરો બની ગયો છે.
આમિર અલી
ટીવીના ટોચના સ્ટાર્સમાંના એક આમિર અલીએ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે પણ કામ કર્યું છે. આમિરે પોતાની કારકિર્દીની શરૂઆત કૅબિન ક્રૂ તરીકે કરી હતી, પછી ફિલ્મો અને ટીવીમાં તેણે પોતાનું નસીબ અજમાવ્યું. આજે આમિરને મનોરંજન જગતમાં કોઈ ઓળખની જરૂર નથી.
શાહરુખ ખાન નો દીકરો બરાબર નો ફસાયો? ધરપકડના સમાચાર વહેતા થયા. આર્યને આપ્યો આ જવાબ.