ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 ડિસેમ્બર 2020
બોલીવુડમાં અત્યાર સુધીમાં એવી ઘણી ફિલ્મો બની ચુકી છે કે જે બોકસ ઓફિસ પર સૌથી વધુ કમાણી કર્યા પછી પણ લોકો તે ફિલ્મોને વારંવાર જોવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ ઘણા બદલાવ આવ્યા છે. ખાસ કરીને કોરોના કાળમાં. જે ફિલ્મો પહેલા મોટા પડદા પર રિલીઝ થતી હતી તે હવે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે
આજે અમે તમને જણાવીશું કે તે કઈ ફિલ્મો છે. જેમણે કમાણીની બાબતમાં બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.
#બાહુબલી 2
આ સૂચિમાં પહેલું નામ દક્ષિણ ભારતના દિગ્ગ્જ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી 2નું છે. બાહુબલી ફિલ્મની સિરીઝમાં દર્શકોને ઘણું નવુંપણ જોવા મળ્યું. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ ફિલ્મે બધી મોટી ફિલ્મોના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. એસ.એસ. રાજામૌલી બાહુબલી ભાગ 2 લાવ્યા તે જોયા પછી, આ ફિલ્મે બાહુબલી ભાગ 1 ના બધા રેકોર્ડ પણ તોડી નાખ્યા. બાહુબલી ભાગ 2 જોવાનું સૌથી મોટું કારણ હતું કે, કટપ્પ્પાએ બાહુબલીની હત્યા કેમ કરી? આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 510 કરોડથી વધુની કમાણી કરી હતી.
#દંગલ
બોલીવુડમાં મિસ્ટર પર્ફેકટનિસ્ટ નામથી જાણીતા આમિર ખાનની આ ફિલ્મ દંગલ આ સૂચિમાં બીજા સ્થાને છે.આ ફિલ્મ ફિલ્મ મહાવીરસિંહ ફોગાટ પર આધારિત હતી. જેમાં આમિર ખાન મહાવીર સિંહનું પાત્ર ભજવતા જોવા મળે છે. દંગલ ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે મહાવીર સિંહે તેની પારિવારિક જવાબદારીઓના કારણે ભારતને ગોલ્ડ મેડલ જીતવાનું પોતાનું સપનું છોડી દીધું હતું. બાદમાં તેઓ તેમની બે પુત્રીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 374 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
#ટાઇગર જિંદા હૈ
ટાઇગર જિંદા હૈ સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મ ‘એક થા ટાઇગર’ની સિક્વલ હતી. અલી અબ્બાસ ઝફર એ આ ફિલ્મનું દિગ્દર્શન આ ફિલ્મ જ્યાંથી પ્રથમ ભાગ સમાપ્ત થાય છે ત્યાંથી જ શરૂ થાય છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 340 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ સલમાન ખાનની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.
#પી.કે.
રાજકુમાર હિરાનીની ફિલ્મ બીજી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. બોલીવુડના મિસ્ટર પર્ફેકટનિસ્ટ આમિર ખાન પીકેમાં એલિયનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને સુશાંત સિંહ રાજપૂત આમિર ખાન સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2014 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોકસ ઓફિસ પર 337 કરોડની કમાણી કરી હતી.
#સંજુ
સંજુ ફિલ્મ સંજય દત્તની બાયૉપિક હતી આ ફિલ્મ માં રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે.આ ફિલ્મમાં પરેશ રાવલ, મનીષા કોઇરાલા ઉપરાંત કરિશ્મા તન્ના, જિમ સર્ભ, વિક્કી કૌશલ, સોનમ કપૂર અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 334 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની સફળતા પાછળ બે મુખ્ય કારણો હતા, જે રણબીર કપૂરની આ ફિલ્મમાં અભિનય સાથે રાજકુમાર હિરાનીની વાર્તા છે, જેણે દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા.