ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
કલર્સ ટીવીનો લોકપ્રિય શો ‘બિગ બૉસ’ એની 15મી સિઝન સાથે પરત જોવા મળી રહ્યો છે. આ શોના OTT વર્ઝનનો પ્રોમો સલમાન ખાન શૂટ કરી ચૂક્યો છે. શોમાં આ વખતે આ 15 જાણીતા ચહેરા જોવા મળશે. એમાં અર્જુન બિજલાની, રિદ્ધિમા પંડિત, દિશા વાકાણી, રિયા ચક્રવર્તી વગેરે હશે. ‘બિગ બૉસ’ શરૂઆતથી જ વિવાદોમાં સપડાયેલો જોવા મળે છે. એની 15મી સિઝનનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. OTT પ્લૅટફૉર્મ વૂટ પર આ શો પ્રસારિત થશે.
ટીવી સિરિયલ ‘બહુ હમારી રજનીકાંત’માં જોવા મળેલી ઍક્ટ્રેસ રિદ્ધિમા પંડિત ‘બિગ બૉસ’માં જોવા મળશે. હમણાં તે ટીવીના પડદેથી દૂર છે. ‘ખતરોં કે ખિલાડી 11’માં જોવા મળેલો અર્જુન બિજલાની પણ ‘બિગ બૉસ’માં જોવા મળશે. અર્જુન લાંબા સમયથી આ શોમાં ભાગ લેવા માટે ઉત્સુક હતો.
સ્વર્ગસ્થ ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ આ શોમાં જોવા મળશે. મેકર્સ રિયાને શોની TRP વધારવા માટે લેવા માગે છે. સબ ટીવીના પૉપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ની દયાભાભી મતલબ કે દિશા વાકાણી પણ આ શોમાં જોવા મળશે. કૉમેડિયન અને લોકપ્રિય અભિનેતા કૃષ્ણા અભિષેક પણ આ શોમાં જોવા મળશે.
ખૂબસૂરતી અને ઉમદા અભિનય માટે જાણીતી ટેલિવિઝનની આ પૉપ્યુલર અભિનેત્રી આવી કોરોનાની ચપેટમાં; જાણો વિગત
આ ઉપરાંત નેહા મરદા, સુરભિ ચંદના, જેનિફર વિંગેટ, અમિત ટંડન, અનુષા દાંડેકર, દિવ્યા અગ્રવાલ પણ આ શોમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. પ્રતિયોગીઓનું અંતિમ લીસ્ટ ‘બિગ બૉસ’ તરફથી જલદી પ્રસારિત કરવામાં આવશે.