Site icon

અમિતાભ બચ્ચન : શું તમને ખબર છે કે એક સમયે તેઓ અપશકુનિયાળ હીરો તરીકે કુખ્યાત હતા? જાણો અમિતાભની સ્ટ્રગલ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

હિન્દી સિનેમાના બાદશાહ, શહેનશાહ અમિતાભ બચ્ચનનું ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન અજોડ છે. તેઓ જ્યારે સ્ક્રીન પર આવ્યા, લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને તેનું કામ જોયું. ભલે ભૂમિકા ગમે તે હોય, બચ્ચન પાસે તે પાત્રને જીવંત કરવાની કુશળતા છે. ઘણા નવા આવનારા કલાકારો અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો મોકો મળે તો એને સુવર્ણ તક માને છે. ઘણા લોકો અમિતાભ સાથે કામ કરવાનું સપનું જુએ છે. હિન્દી સિનેમામાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું સ્થાન અતૂટ છે. દરેક વ્યક્તિ તેમની સફળતા જાણે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે બચ્ચને કેટલો સંઘર્ષ કર્યો છે અથવા સખત મહેનત કરી છે. એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન માટે ફિલ્મ નિર્માણમાં નોકરી મેળવવી અને પોતાની ઓળખ બનાવવી મુશ્કેલ હતી. માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં, પણ એ પહેલાં પણ તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અમિતાભે ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યો, શરૂઆતમાં તેમનો સંઘર્ષ વધ્યો અને તેઓ નિષ્ફળ ગયા.

અમિતાભના ભાઈ અજિતાભે તેમની કેટલીક તસવીરો લીધી અને એ તસવીરો ખ્વાજા અહેમદ અબ્બાસને મોકલી. એ સમયે તેઓ સાત હિન્દુસ્તાનીફિલ્મ માટે કલાકારોની શોધમાં હતા. તેમણે એ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને પસંદ કર્યા. એ સમયે અબ્બાસને ખબર નહોતી કે અમિતાભ બચ્ચનના પિતા કોણ છે. અબ્બાસે અમિતાભને કહ્યું કે તેમને આ ફિલ્મ માટે 5,000 રૂપિયા મળશે. અમિતાભે એનો સ્વીકાર કર્યો. જ્યારે કરાર પર હસ્તાક્ષર કરવાનો સમય આવ્યો ત્યારે અબ્બાસને ખબર પડી કે અમિતાભ કવિ હરિવંશરાય બચ્ચનનો પુત્ર છે. સત્ય જાણ્યા પછી, અબ્બાસે અમિતાભને સ્પષ્ટ કરી દીધું કે જ્યાં સુધી તેમના પિતા તેમને ફિલ્મમાં કામ કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી તેઓ તેમને નોકરી પર રાખશે નહીં. અમિતાભને આ શરત સ્વીકાર્ય હતી. આનાથી તેમને સાત હિન્દુસ્તાનીમાં કામ કરવાની તક મળી. એ 1969માં તેમની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ નહોતી, પરંતુ મીરાકુમારીએ ફિલ્મ જોઈ હતી અને અમિતાભનાં કામની પ્રશંસા કરી હતી.

ફિલ્મોમાં નાના રોલ કરતી વખતે તેમને મૉડલિંગની ઑફર પણ મળી રહી હતી, પરંતુ અમિતાભને મૉડલિંગમાં રસ નહોતો. અભિનેતા જલાલ આગાની એક જાહેરાત કંપની હતી. કંપની ભારતીયો માટે વિવિધ જાહેરાતો કરતી હતી. જલાલ આગા અમિતાભને બે મિનિટના કમર્શિયલ માટે તેમનો અવાજ રેકૉર્ડ કરવા માટે વરલીના નાના રેકૉર્ડિંગ સેન્ટર પર લઈ ગયો. અમિતાભને આ કામ માટે પચાસ રૂપિયા  મળતા હતા. એ સમયે પચાસ રૂપિયાની રકમ ઓછી નહોતી. ભૂખ સંતોષવા માટે અમિતાભ અડધી રાત્રે વરલીની સિટી બેકરીમાં જતા અને તૂટેલાં બિસ્કિટ અને ટોસ્ટ અડધા ભાવે લાવતા. આ રીતે અસંખ્ય વખત અમિતાભ કૅમ્પસ કૉર્નરની એક હૉટેલમાં ગયા છે, જે તેમના સંઘર્ષ દરમિયાન આખી રાત ખુલ્લી રહેતી, તેમનું પેટ ટોસ્ટથી ભરવા માટે. એ સમયે તેમની દિનચર્યા રાતે પેટ ભરવા અને સવારે ઊઠીને કામ પર પાછા ફરવાનો પ્રયત્ન કરતી હતી.

સુનીલ દત્ત-વહીદા રહેમાનની રેશમા ઔર શેરામાં અમિતાભ બચ્ચને મૂંગી વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં અમિતાભ બચ્ચનને સંવાદો આપવામાં આવ્યા હતા, પરંતુ કહેવાય છે કે તેમના સંવાદો બાદમાં વિનોદ ખન્નાને આપવામાં આવ્યા હતા. અમિતાભ, જેમણે કોલકાતામાં પોતાનું ઘર છોડીને મુંબઈ આવવાનું નક્કી કર્યું હતું, તેમણે તેમનાં માતાપિતા પાસેથી કોઈ મદદ ન લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેને માત્ર બે ફિલ્મોમાં કામ મળ્યું. તે માનદ વેતન કેટલા દિવસ ચાલશે? તેની પાસે મુંબઈમાં રહેવાની કોઈ જગ્યા નહોતી. એ જ ક્ષણે અનવર અલી તેમની મદદે આવ્યો.

અનવર અલી પ્રખ્યાત અભિનેતા મેહમુદના ભાઈ હતો. તેણે અને અમિતાભે સાત હિન્દુસ્તાનીમાં સાથે કામ કર્યું હતું. તેણે અમિતાભને તેના ઘરમાં રહેવાની જગ્યા આપી. બંને કામ મેળવવા માટે સાથે મુસાફરી કરતા હતા. અમિતાભે એ સમયે કેટલીક ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો, પરંતુ એમાંથી માત્ર થોડી જ ફિલ્મો સફળ રહી હતી, અન્ય ફિલ્મ નિષ્ફળ. લોકો અમિતાભને ટાળવા લાગ્યા. તેમને કામ શોધવામાં મુશ્કેલી પડી. કેટલાકે તેને ઘરે પાછા જવાની અને કવિ બનવાની સલાહ પણ આપી. નિરાશ થઈને તેમણે આખરે તેમનાં માતાપિતા સાથે દિલ્હી પરત ફરવાનું નક્કી કર્યું, પણ અચાનક એક તક મળી.

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, આ છે મોટો આરોપ

અભિનેતા મનોજકુમારે એક મુલાકાતમાં વાર્તા કહી હતી. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં સતત નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકો તેને અપશુકનિયાળ હીરો કહેવા લાગ્યા અને તેને નોકરી આપવા તૈયાર ન હતા. જ્યારે અમિતાભ નિરાશામાં મુંબઈ છોડવાના હતા ત્યારે મનોજકુમાર તેમને મળ્યા અને તેમને ફિલ્મ 'રોટી કાપડા ઔર મકાન'માં કામ કરવાની તક આપી. 1974ની ફિલ્મ સફળ રહી અને સાથે આવેલી જંજીરફિલ્મે અમિતાભ બચ્ચનની મજબૂત ઇનિંગ્સની શરૂઆત કરી. તેમની એ ઘોડાદોડ આજે પણ ચાલી રહી છે. આજે પણ ઘણા લોકો અમિતાભ બચ્ચનને માત્ર એટલા માટે જુએ છે કે તેઓ ફિલ્મમાં આજે 78 વર્ષની ઉંમરે પણ અથાક અને એટલા ઉત્સાહથી કામ કરતા જોવા મળે છે અને યુવાનોને શરમાવે છે. હિન્દી સિનેમાના ઇતિહાસમાં અમિતાભ બચ્ચનનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે, એમાં કોઈ શંકા નથી. જોકે તેમને આ મોટી સફળતા સરળતાથી મળી નથી. તેઓએ આ માટે કેટલી મહેનત કરી છે, કેટલી નિષ્ફળતા પચાવી છે તે અમે ભૂલીશું નહીં.

Baaghi 4 OTT Release: ‘બાગી 4’ હવે સીધી તમારા ફોન પર,ટાઇગર શ્રોફની ફિલ્મ આજ થી આ પ્લેટફોર્મ થશે રિલીઝ
Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર બન્યો સૌથી મોંઘો સ્ટાર? ‘ફર્જી 2’ માટે લીધી આટલી મોટી ફી, રિલીઝ ડેટ પણ જાહેર
Smriti Irani Anupamaa Comparison: ‘અનુપમા’ સાથે ની તુલના પર સ્મૃતિ ઈરાની એ આપ્યો મોટો જવાબ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ
Akshay Kumar: અક્ષય કુમારને હાઈકોર્ટથી મોટી રાહત,પર્સનાલિટી રાઈટ્સનો મામલો, કોર્ટે શું કહ્યું?
Exit mobile version