ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
બોલીવુડ અને ડ્રગ કનેક્શન કેસમાં વધુ એક સુપરસ્ટાર ના છોકરાની ધરપકડ થઈ છે. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે જાણીતા અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધ્રુવ તાહિલની ધરપકડ કરી છે.
વાત એમ છે કે નાર્કોટિક્સ વિભાગે એક ડ્રગ સપ્લાયની ધરપકડ કરી હતી. જ્યારે તેણે પોતાના ખરીદારો ના નામ જણાવ્યા ત્યારે તેમાં ધ્રુવ નું નામ પણ સામેલ હતું. આ જુબાની ના આધારે ધ્રુવ ની ધરપકડ કરવામાં આવી છે. તેણે ડ્રગ્સ ખરીદવા માટે આરોપી ને છ વાર પૈસા મોકલ્યા છે તેવી જાણકારી બહાર આવી છે.
ભારત દેશમાંથી પોતાના નાગરિકોને પરત નહીં આવવા દેવા બદલ આ દેશના વડાપ્રધાન ફસાયા.