મુકેશ અંબાણી, અમિતાભ અને ધર્મેન્દ્રના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,અજાણ્યા વ્યક્તિના ફોનથી મચી ગઈ ચકચાર

શું બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર ની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે? હકીકતમાં, ગઈકાલે એક વ્યક્તિએ ફોન કરીને દાવો કર્યો હતો કે આ કલાકારોના ઘરની નજીક બોમ્બ મૂકવામાં આવ્યો છે.

by Zalak Parikh
threat call received by nagpur police control room to blow up mukesh ambani amitabh bachchan dharmendra house

News Continuous Bureau | Mumbai

મંગળવારે એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમ ને ફોન કર્યો હતો. આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી ના નિવાસસ્થાન એન્ટિલિયા, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ના બંગલા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ના ઘર પાસે બોમ્બ મૂકવામાં આવ્યા હતા. નાગપુર પોલીસને આ અંગેની માહિતી મળતા જ નાગપુર પોલીસે આ અજાણ્યા કોલ અંગે મુંબઈ પોલીસને એલર્ટ કરી હતી. મામલાની ગંભીરતા સમજીને મુંબઈ પોલીસે તરત જ દરેક જગ્યાએ બોમ્બ સ્ક્વોડની ટીમો મોકલી. જો કે હજુ સુધી બોમ્બ વિશે કોઈ માહિતી સામે આવી નથી.

 

શું આર્થિક રાજધાની માં હુમલો થવાનો છે?

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અજાણ્યા વ્યક્તિએ પોલીસને એવી પણ માહિતી આપી છે કે 25 લોકો ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકવાદી હુમલો કરવા જઈ રહ્યા છે. તેની પાસે અનેક પ્રકારના હથિયારો છે અને તે મુંબઈ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, આ વાતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 

અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો

તમને જણાવી દઈએ કે, એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ મુકેશ અંબાણી ના પરિવારને ભારતમાં Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. તે જ સમયે, હવે તેમને વિદેશી દેશોમાં પણ Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More