Site icon

Tiger 3: ટાઇગર 3 માં રિતિક રોશન બાદ હવે સાઉથના આ સુપરસ્ટાર ના કેમિયો ના સમાચાર આવ્યા સામે, જાણો કોણ છે તે અભિનેતા

Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 12 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ માં શાહરુખ ખાન નો કેમિયો જોવા મળશે. હવે ટાઇગર 3 માં વધુ એક કેમિયો કરનાર સુપરસ્ટાર નું નામ સામે આવ્યું છે.

tiger 3 after hrithik roshan jr ntr cameo in salman khan film

tiger 3 after hrithik roshan jr ntr cameo in salman khan film

News Continuous Bureau | Mumbai 

Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 ને લઈને ચાહકોમાં ખુબ ઉત્સાહ છે. આ ફિલ્મ 12 નવેમ્બરે એટલેકે  આવનાર રવિવારે રિલીઝ થશે. ટાઇગર 3 ની રિલીઝ પહેલાજ એડવાન્સ બુકિંગ માં 1 લાખ થી વધુ ટિકિટ વેચાઈ ચુકી છે. ટાઇગર 3 માં શાહરુખ ખાન કેમિયો કરતો જોવા મળશે. આ સિવાય પણ ઘણા કલાકારો ના નામ કેમિયો કલાકાર તરીકે સામે આવ્યા હતા. હવે વધુ એક કેમિયો કલાકાર નું નામ સામે આવ્યું છે. આ કલાકાર સાઉથ સુપરસ્ટાર છે. 

Join Our WhatsApp Community

 

ટાઇગર 3 માં જુનિયર એનટીઆર નો કેમિયો 

ફિલ્મ પઠાણ માં સલમાન ખાન નો કેમિયો હતો તેવી જ રીતે ફિલ્મ ટાઇગર 3 માં શાહરુખ ખાન નો કેમિયો હશે. ‘ટાઈગર 3’ને લગતા લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફિલ્મમાં રિતિક રોશનના કેમિયો ની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેમજ  હવે જુનિયર એનટીઆર ના કેમિયો ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જુનિયર એનટીઆર ફિલ્મ ‘વોર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ‘ટાઈગર 3’માં તેના કેમિયો ના સમાચારે ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.

આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી

થોડા સમય પહેલા એવું સમાચાર વહેતા થયા હતા કે,રિતિક રોશન ‘ટાઈગર 3’માં ‘વોર’ના કબીર તરીકે કેમિયો કરતો જોવા મળશે. જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે ફિલ્મ માં જુનિયર એનટીઆર ના કેમિયો ના સમાચાર સામે આવ્યા છે. હવે ટાઇગર 3 માં આ બંને સુપરસ્ટાર નો કેમિયો હશે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version