News Continuous Bureau | Mumbai
Tiger 3: હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ રીલિઝ થઈ છે. થિયેટરથી લઈને સોશિયલ મીડિયા સુધી આ ફિલ્મને લઈને જ ચર્ચાઓ થઈ રહી છે.હવે મહારાષ્ટ્રના માલેગાંવમાં એક થિયેટરની અંદર ટાઈગર-3 ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ચાહકો એ ફટાકડા ફોડ્યા હતા. આ ઘટના નો એક વિડીયો સામે આવ્યો છે. હવે થિયેટર માં ફટાકડા ફોડવાના સંબંધમાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે થિયેટર માલિકને પૂછપરછ માટે નોટિસ પણ મોકલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સલમાન ખાને પણ પોસ્ટ કરી ને તેના ચાહકો ને આવું ના કરવાની વિનંતી કરી છે.
Kalesh with Fire during Tiger-3 show inside Cinemal Hall
pic.twitter.com/PtCZ4Ln5Tk— Ghar Ke Kalesh (@gharkekalesh) November 13, 2023
પોલીસે કરી ધરપકડ
આ ઘટના મહારાષ્ટ્ર નામાલેગાંવ છાવણી વિસ્તારમાં મોહન સિનેમામાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ચાહકોના એક જૂથે થિયેટરની અંદર ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ફિલ્મ જોનારાઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે IPC કલમ 435 અને 336 હેઠળ કેસ નોંધ્યો છે.તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થેયલા વિડીયો ના આધારે ચાર લોકોની ધરપકડ કરી છે. તેમજ આ ઘટના માં બીજા કેટલા લોકો ની સંડોવણી છે તે વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે થિયેટર ના મલિક ને પણ નોટિસ મોકલી છે તેમજ થિયેટર માલિકની પૂછપરછ કરશે કે કેવી રીતે ફટાકડા થિયેટરની અંદર પહોંચ્યા.
I’m hearing about fireworks inside theaters during Tiger3. This is dangerous. Let’s enjoy the film without putting ourselves and others at risk. Stay safe.
— Salman Khan (@BeingSalmanKhan) November 13, 2023
આ વીડિયો પર અભિનેતા સલમાન ખાને પ્રતિક્રિયા આપી છે અને ચાહકો ને આવું ના કરવાની પણ સલાહ આપી છે.. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘મને ટાઇગર 3 દરમિયાન થિયેટરોમાં ફટાકડા વિશે ખબર પડી હતી. આ ખૂબ જ ખતરનાક છે. આપણે સાથે મળીને કોઈનો જીવ જોખમમાં મૂક્યા વિના ફિલ્મનો આનંદ લઈએ અને સુરક્ષિત રહીએ.’
આ સમાચાર પણ વાંચો: War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં થઇ શકે છે આ અભિનેત્રી ની એન્ટ્રી!રિતિક રોશન ની વોર 2 માં કરશે કેમિયો