Site icon

Tiger 3: ટાઇગર 3 ના સ્ક્રિનિંગ દરમિયાન થિયેટરમાં ફટાકડા ફોડવા બદલ પોલીસે કરી આ કાર્યવાહી, સલમાન ખાને પણ ચાહકો ને આપી આ સલાહ

Tiger 3: ટાઇગર-3 થિયેટર માં જોતી વખતે સલમાન ખાનના ચાહકોએ ફટાકડા ફોડ્યા હતા.આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ખુદ સલમાન ખાને તેના ચાહકો ને સલાહ આપી છે તેમજ પોલીસે આઈપીસીની કલમ 435 અને 336 હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.

tiger 3 film screening fans burst crackers inside maharashtra theatre 4 detained by police salman khan also react on this incident

tiger 3 film screening fans burst crackers inside maharashtra theatre 4 detained by police salman khan also react on this incident

News Continuous Bureau | Mumbai 

Tiger 3: હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ રીલિઝ થઈ છે. થિયેટરથી લઈને સોશિયલ મીડિયા સુધી આ ફિલ્મને લઈને જ ચર્ચાઓ થઈ રહી છે.હવે મહારાષ્ટ્રના માલેગાંવમાં એક થિયેટરની અંદર ટાઈગર-3 ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ચાહકો એ ફટાકડા ફોડ્યા હતા. આ ઘટના નો એક વિડીયો સામે આવ્યો છે. હવે થિયેટર માં ફટાકડા ફોડવાના સંબંધમાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે થિયેટર માલિકને પૂછપરછ માટે નોટિસ પણ મોકલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સલમાન ખાને પણ પોસ્ટ કરી ને તેના ચાહકો ને આવું ના કરવાની વિનંતી કરી છે. 

Join Our WhatsApp Community

 પોલીસે કરી ધરપકડ 

આ ઘટના મહારાષ્ટ્ર નામાલેગાંવ છાવણી વિસ્તારમાં મોહન સિનેમામાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ચાહકોના એક જૂથે થિયેટરની અંદર ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ફિલ્મ જોનારાઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે IPC કલમ 435 અને 336 હેઠળ કેસ નોંધ્યો છે.તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થેયલા વિડીયો ના આધારે ચાર લોકોની ધરપકડ કરી છે. તેમજ આ ઘટના માં બીજા કેટલા લોકો ની સંડોવણી છે તે વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે થિયેટર ના મલિક ને પણ નોટિસ મોકલી છે તેમજ થિયેટર માલિકની પૂછપરછ કરશે કે કેવી રીતે ફટાકડા થિયેટરની અંદર પહોંચ્યા.


આ વીડિયો પર અભિનેતા સલમાન ખાને પ્રતિક્રિયા આપી છે અને ચાહકો ને આવું ના કરવાની પણ સલાહ આપી છે.. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘મને ટાઇગર 3 દરમિયાન થિયેટરોમાં ફટાકડા વિશે ખબર પડી હતી. આ ખૂબ જ ખતરનાક છે. આપણે સાથે મળીને કોઈનો જીવ જોખમમાં મૂક્યા વિના ફિલ્મનો આનંદ લઈએ અને સુરક્ષિત રહીએ.’

આ સમાચાર પણ વાંચો: War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં થઇ શકે છે આ અભિનેત્રી ની એન્ટ્રી!રિતિક રોશન ની વોર 2 માં કરશે કેમિયો

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version