News Continuous Bureau | Mumbai
Tiger shroff and Disha patani: ટાઇગર શ્રોફ અને દિશા પટાની લાંબા સમય થી એકબીજા ને ડેટ કરતા હતા. બંને બોલિવૂડ નું ફેવરિટ કપલ હતું. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે શું થયું કે બંને અલગ થઇ ગયા. બ્રેકઅપ બાદ બંને પોતપોતાના જીવન માં આગળ વધી ગયા છે. દિશા ઘણીવાર તેના કથિત બોયફ્રેન્ડ સાથે સ્પોટ થતી રહે છે તો બીજી તરફ ટાઇગર પણ કોઈ સાથે રિલેશન માં છે તેવી અફવા છે. ટાઇગર અને દિશા બ્રેકઅપના સમાચાર પછી ભાગ્યે જ સાથે જોવા મળે છે. જોકે, તાજેતરમાં જ બંને લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા.એવું કહેવાય છે કે બંનેના આ જોડાણ પાછળનો હાથ અક્ષય કુમારનો છે. હવે તમે વિચારતા હશો કે શું બંને વચ્ચે પેચ અપ થઈ ગયું છે? તો ચાલો જાણીયે શું છે હકીકત
ટાઇગર શ્રોફ અને દિશા પટાની નું અક્ષય કુમારે કરાવ્યું પેચઅપ?
વાસ્તવ માં અક્ષય કુમારે એક વિડીયો શેર કર્યો છે.જેમાં ટાઇગર અને દિશા પણ જોવા મળી રહ્યા છે. જો તમે વિચારતા હોવ કે શું ટાઇગર અને દિશા નું પેચઅપ થઇ ગયું છે? તો તેવું બિલકુલ નથી. હકીકત માં અક્ષય કુમારે એક વોલીબોલ મેચ નું આયોજન કર્યું હતું જેમાં ટાઈગર શ્રોફ અને દિશા પટાની એકસાથે વોલીબોલ રમતા જોવા મળ્યા હતા, અક્ષય કુમારે આ વિડીયો પોસ્ટ કરી ને તેના કેપ્શનમાં લખ્યું, ‘પ્રો કબડ્ડી લીગની શરૂઆત પહેલા, મારા બંગાળ વોરિયર્સ સાથે વોલીબોલની મૈત્રીપૂર્ણ રમત રમવાની તક મળી. તમને લીગમાં અત્યાર સુધી ચમકતા જોઈને આનંદ થયો. AamarWarriors પર ગર્વ છે. જ્યારે ટાઈગર શ્રોફ અને દિશા પટાની જોડાયા ત્યારે મજા બમણી થઈ ગઈ. ગેસ કરો અમે જીત્યા કે નહીં?’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ અને દિશા પટાની બંને અક્ષય કુમાર ના સારા મિત્રો છે. ટાઈગર શ્રોફ ઘણીવાર અક્ષય કુમારના ઘરે તેની સાથે વોલીબોલ રમવા માટે જાય છે. તો બીજી તરફ દિશા પણ ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પ્રીતિ ઝિન્ટા, શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી બાદ હવે આ બોલિવૂડ સુપરસ્ટાર ની થઇ ક્રિકેટ વર્લ્ડ માં એન્ટ્રી, આ ક્રિકેટ ટિમ નો બન્યો માલિક