Site icon

Tiger Shroff :  દિશા પટની સાથેના બ્રેકઅપ પછી ફરી રિલેશન માં આવ્યો ટાઇગર શ્રોફ? આ ‘સુંદરી’ સાથે જોડાઈ રહ્યું છે નામ

અભિનેત્રી દિશા પટની બાદ હવે એક્ટર ટાઈગર શ્રોફનું નામ દિશા ધનુકા સાથે જોડાઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર બંને દોઢ વર્ષથી ડેટ કરી રહ્યાં છે.

tiger shroff is dating deesha dhanuka after break up with disha patani

tiger shroff is dating deesha dhanuka after break up with disha patani

News Continuous Bureau | Mumbai

Tiger Shroff : બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની ડેટિંગ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. લાંબા સમયથી ટાઈગર શ્રોફનું નામ બોલિવૂડની સુપર હોટ અભિનેત્રી દિશા પટની સાથે જોડાયેલું હતું, પરંતુ બંને હંમેશા એકબીજાને પોતાના સારા મિત્રો જ કહે છે. રિલેશનશિપ પછી ટાઈગર-દિશાના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા અને હવે સાંભળવા મળી રહ્યું છે કે ટાઈગર સિંગલ નથી, પરંતુ તે દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : IIJS : IIJS પ્રીમિયર 2023ને મળી અભૂતપૂર્વ સફળતા, તોડી દીધા બધા રેકોર્ડ, કર્યો Rs.70,000 કરોડનો વ્યાપાર..

ટાઈગરે દિશા સાથે ના ડેટિંગ ના સમાચાર પર જણાવી હકીકત

ગયા વર્ષે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે કહ્યું હતું કે તે સિંગલ છે. પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે તે રિલેશનશિપમાં આવી ગયો છે અને છેલ્લા દોઢ વર્ષથી કોઈને ડેટ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફ છેલ્લા દોઢ વર્ષથી દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ દિશા ધાનુકા પ્રોડક્શન હાઉસમાં મોટા હોદ્દા પર કામ કરે છે.રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે જ્યારે ટાઈગર સાથે આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું, ‘મને લાગે છે કે બે મહિના પહેલા મારું નામ કોઈ અન્ય સાથે જોડવામાં આવ્યું હતું. પણ ના, હું બે વર્ષથી સિંગલ છું. રિપોર્ટમાં દિશા સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ છે પરંતુ દિશાએ આ અંગે કંઈપણ બોલતા મૌન સેવ્યું હતું. હવે આવનારા સમયમાં ખબર પડશે કે તેઓ ખરેખર ડેટ કરી રહ્યા છે કે પછી આ માત્ર અફવા છે.

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version