Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ

Tiger Shroff: બોલીવુડના એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ નવા અવતારમાં દેખાશે, ફિલ્મનો કન્સેપ્ટ ભારતીય સિનેમામાં પહેલી વાર અજમાશે

by Zalak Parikh
Tiger Shroff Joins Ram Madhvani’s Spiritual Action Thriller, Shooting to Begin in Japan

News Continuous Bureau | Mumbai

Tiger Shroff: બોલીવુડના એક્શન હીરો ટાઈગર શ્રોફ રામ માધવની ની આવનારી સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર માં લીડ રોલમાં જોવા મળશે. રિપોર્ટ મુજબ, આ ફિલ્મ પરંપરાગત એક્શન ફિલ્મોથી અલગ હશે અને વૈશ્વિક દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. મહાવીર જૈન ફિલ્મ્સ અને રામ માધવની ફિલ્મ્સ આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!

ટાઈગરનો નવો અવતાર અને તૈયારી

ટાઈગર શ્રોફ આ ફિલ્મ માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ, ફિલ્મમાં તેનો લુક અને એક્શન સ્ટાઈલ પહેલાથી સંપૂર્ણ અલગ હશે. ટાઈગર આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે.ફિલ્મના પ્રોડક્શનનો મોટો ભાગ જાપાન માં શૂટ કરવામાં આવશે. આ કન્સેપ્ટ ભારતીય સિનેમામાં પહેલી વાર અજમાવવામાં આવશે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની યોજના છે, જેથી વૈશ્વિક દર્શકોને આકર્ષી શકાય.


હાલમાં ટાઈગર શ્રોફ એકમાત્ર કન્ફર્મ્ડ એક્ટર છે. ફિલ્મ માટે ફીમેલ લીડ અને નેગેટિવ રોલ માટે કાસ્ટિંગ ચાલુ છે. રામ માધવની અને મહાવીર જૈન ફિલ્મના ફર્સ્ટ લુક પર કામ કરી રહ્યા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More