ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
બોલિવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની દીકરી અને એક્શન સ્ટાર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ હાલના દિવસોમાં તેની બોલ્ડનેસને કારણે ખૂબ જ ચર્ચામાં છે.
એકવાર ફરી કૃષ્ણાએ બોલ્ડનેસ મામલે બોલિવુડની ટોપ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. તેણે હાલમાં જ તેની બોલ્ડ અને સિઝલિંગ તસવીરો શેર કરી છે.
કૃષ્ણાએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. તેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખૂબ વાયરલ પણ થઇ રહી છે. આ તસવીરોમાં કૃષ્ણાએ બ્લેક શોર્ટ પેન્ટ સાથે બ્લેક બ્રાલેટ પહેરી છે અને તે ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે પગમાં મેચિંગ શૂઝ પણ પહેર્યા છે અને તે મોટાભાગની તસવીરોમાં બેસીને અનોખા અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.
ટાઇગર શ્રોફની બહેન ભલે જ સિલ્વર સ્ક્રીન પર ન જોવા મળતી હોય પરંતુ તે ફિટનેસ અને હોટ ફેશનેબલ અંદાજના કારણે સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ ધરાવે છે. તે ચાહકો સાથે અવારનવાર તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.