Site icon News Continuous Bureau | Mumbai

Govinda Sunita Ahuja Divorce: ગોવિંદા અને સુનીતા આહૂજાના છૂટાછેડા ની અફવાઓ પર દીકરી ટીના આહૂજા એ આપી પ્રતિક્રિયા, માતા-પિતા ના સંબંધ ને લઈને કહી આવી વાત

Govinda Sunita Ahuja Divorce: ગોવિંદા અને સુનીતા આહૂજાના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. હવે આ સમાચાર પર ગોવિંદા ની દીકરી ટીના આહુજા એ પ્રતિક્રિયા આપી છે.

Tina Ahuja Breaks Silence on Govinda-Sunita Divorce Rumours

Tina Ahuja Breaks Silence on Govinda-Sunita Divorce Rumours

News Continuous Bureau | Mumbai

Govinda Sunita Ahuja Divorce: બોલીવૂડ એક્ટર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા ના છૂટાછેડા ની અફવાઓ ફરી એકવાર ચર્ચામાં છે. જોકે, હવે તેમની દીકરી ટીના આહૂજાએ આ અફવાઓ પર ખુલાસો કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં ટીનાએ કહ્યું કે, “આ બધી અફવાઓ છે. હું આવા સમાચાર પર ધ્યાન નથી આપતી. હું એક સુંદર પરિવારનો ભાગ છું અને ખૂબ જ આભારી છું કે લોકો અમારું ધ્યાન રાખે છે”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Govinda and Sunita: જો ગોવિંદા અને સુનિતા વચ્ચે છૂટાછેડા થાય તો અભિનેતા ને પત્ની ને એલેમની પેટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

પપ્પા તો દેશમાં પણ નથી’: ટીનાનો જવાબ

જ્યારે ટીનાને પૂછવામાં આવ્યું કે તેમના માતા-પિતા આવા અફવાઓનો સામનો કેવી રીતે કરે છે, ત્યારે તેણે હસતાં હસતાં કહ્યું, “હું શું બોલું? પપ્પા તો દેશમાં પણ નથી!” તેણે વધુમાં કહ્યું કે, “હું મારા પરિવાર માટે ખૂબ જ આભારી છું અને જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે તે માટે દિલથી ધન્યવાદ”


 

સુનીતા આહૂજાએ તાજેતરમાં તેના YouTube ચેનલ પર એક ભાવુક વ્લોગ શેર કર્યો હતો જેમાં તેણે મહાલક્ષ્મી મંદિરની મુલાકાત દરમિયાન પોતાના લગ્નજીવન વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, “મારા ઘરને તોડવાનો પ્રયાસ કરનારને મા કાળી માફ નહીં કરે.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીતાએ ડિસેમ્બર 2024માં બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા ની અરજી કરી હતી, જેમાં વ્યભિચાર, ક્રૂરતા અને પરિત્યાગના આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, ગોવિંદાના મેનેજરે આ અફવાઓને જૂની ગણાવી હતી અને કહ્યું કે હવે બધું ઠીક થઈ રહ્યું છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version