પશ્ચિમ બંગાળની પ્રખ્યાત અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. હાલમાં જ તે પોતાના પહેલા બાળકને જન્મ આપીને માતા બની છે. હવે મા બન્યા બાદ પહેલીવાર તેનો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. તે દરિયા કિનારે હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
નુસરત જહાંએ તેની સોશિયલ મીડિયા વોલ પર કેટલીક તાજી તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. તસવીરોમાં તે યલો કલરની મોનોકીની માં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં નુસરત દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. તેણે આ મોનોકીની ઉપર જાળીદાર ટોપ પહેર્યું છે.
આ દરમિયાન નુસરતે ગ્લેમર દેખાવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેની આંખો પર કાળા ગોગલ્સ પહેર્યા છે. આ લુક સાથે નુસરતે બ્રાઈટ રેડ લિપસ્ટિક કરી છે. તેની આ સુંદર સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે.
અભિનય અને રાજકારણ સિવાય નુસરત જહાં સોશિયલ પ્લેટફોર્મ પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ભૂતકાળમાં પણ તે પોતાની મોનોકીની તસવીરો ને લઈ ને ચર્ચામાં રહી છે.