News Continuous Bureau | Mumbai
28 જુલાઈ, 2008ના રોજ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો(TMKOC) પ્રથમ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે ભાગ્યે જ કોઈને ખબર હતી કે આ શો ઈતિહાસ (history)રચવા જઈ રહ્યો છે. આ શો ને જોત જોતામાં 14 વર્ષ વીતી ગયા અને હજુ પણ આ શો પ્રત્યે લોકોનો પ્રેમ બરકરાર છે. તેના પાત્રો દરેક ઘરના સભ્ય જેવા બની ગયા છે. પરંતુ આ 14 વર્ષમાં શોની કાસ્ટમાં ઘણો બદલાવ આવ્યો છે. ખાસ કરીને તેના દેખાવમાં.તો ચાલો જોઈએ કે પેહલા શો માં પાત્રો કેવા દેખાતા(look) હતા અને આજે કેવા દેખાય છે.
સૌથી પહેલા વાત કરીએ આ શોના મહત્વના પાત્ર ની એટલે કે જેઠાલાલની(Jethalal). 14 વર્ષમાં જેઠાલાલના પાત્રનો લુક ઘણો બદલાયો છે. બસ નથી બદલાયું તે છે જેઠાલાલ ની મૂછ અને પ્રિન્ટેડ શર્ટ.
હવે વાત કરીએ જેઠાલાલની ફેવરિટ બબીતા જી (Babitaji)વિશે.જ્યારથી આ શો શરૂ થયો ત્યારથી બબીતાજી આ શો થી જડાયેલી છે. આ શો શરૂ થયો ત્યારે બબીતા જી ખૂબ જ અલગ લાગતી હતી અને હવે 14 વર્ષમાં તેમની સ્ટાઈલ અને લુક બંનેમાં ઘણો બદલાવ આવ્યો છે.
2008 થી ગોકુલધામ ના એકમેવ સેક્રેટરી નું પાત્ર ભજવનાર આત્મારામ ભીડે (Atmaram bhide)એટલે કે મંદાર ચંદવાદકર પણ આ 14 વર્ષ માં ઘણો બદલાઈ ગયો છે.
માત્ર એકમેવ સેક્રેટરી ભીડે જ નહીં પરંતુ આચાર પાપડ બનાવતી તેમની પત્ની માધવી ભીડેનો(Madhavi bhide) લુક પણ ઘણો બદલાઈ ગયો છે.
દુનિયા હિલા દૂંગા કહેવા વાળા પોપટલાલ(Popatlal) પણ 14 વર્ષમાં ઘણો બદલાઈ ગયો છે. તેના લુક ની સાથે સાથે સાથે જ તેની સ્ટાઈલમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.
આ શોમાં બાપુજી નું પાત્ર રહેલા અમિત ભટ્ટ (Amit Bhatt)વાસ્તવ માં દિલીપ જોશી કરતા ઉંમર માં નાના છે. શો માં બાપુજી ના લુક ની વાત કરીએ તો પહેલા કરતા તેમનો લુક ઘણો બદલાઈ ગયો છે બસ નથી બદલાયો તો તેમનો ગુસ્સો.
આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચન ના ચાહકો માટે સારા સમાચાર- આગામી ત્રણ મહિના દરમિયાન દર મહિને રિલીઝ થશે બિગ બી ની ફિલ્મ