Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે સારા સમાચાર-નવરાત્રી ટ્રેક માં થશે શો ના આ મહત્વ ના પાત્ર ની એન્ટ્રી- ટૂંક સમયમાં શોમાં આવશે નવો ટ્વિસ્ટ

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. તે તમામ પાત્રો વિશે શક્ય તેટલું વધુ જાણવા માંગે છે. શોની ગરબા ક્વીન એટલે કે દયાબેન લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. શોમાં તેના વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એવા સમાચાર છે કે ‘ટપ્પુ કે પાપા’ બોલતી કોયલ ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે.

Join Our WhatsApp Community

આ દિવસોમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવરાત્રી સેલિબ્રેશનનો ટ્રેક ચાલી રહ્યો છે. ગોકુલધામના તમામ લોકો ગરબા ની તૈયારીમાં લાગી ગયા છે. તે જ સમયે, જેઠાલાલ સાંજની પ્રથમ આરતી કરવાના છે. તેઓ પૂજામાં દયાના પાછા આવવા માટે માતાને વિનંતી કરશે. જેના પછી શક્ય છે કે માતા તેની ઈચ્છા સાંભળે. સમાચાર મુજબ, દયાબેન નવરાત્રી પૂજામાં પાછા આવશે.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચન ને જન્મદિવસ ની શુભેચ્છા આપવા મોડી રાત્રે જલસા ની બહાર એકઠા થયા ચાહકો -મેગાસ્ટારે આ રીતે આપી તેમના પ્રશંસકો ને સરપ્રાઈઝ

તારક મહેતામાં દયાબેનની વાપસીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે દયાબેન લાંબા સમયથી અમદાવાદમાં તેની માતા સાથે રહે છે. બીજી તરફ જેઠાલાલ પોતાની પત્નીને વહેલી તકે પરત લાવવા માંગે છે. શોના ચાહકો પણ ઈચ્છે છે કે તેમના દયાબેન જલ્દી આવે. હવે આ વખતે જોવાનું એ રહેશે કે ફેન્સની આ ઈચ્છા પૂરી થાય છે કે નહીં.

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version