Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટીમાં કોઈ જ ફ્લૅટ નથી, શૂટિંગની પદ્ધતિ જાણીને તમને નવાઈ લાગશે; જાણો શૂટિંગ ક્યાં અને કેવી રીતે થાય છે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શનિવાર

ટીવીનો સૌથી પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએક એવો શો છે જે છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ શોનું દરેક પાત્ર પોતાનામાં અને લોકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ સાથે શોની ગોકુલધામ સોસાયટી પણ ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ શું તમે જાણો છો કે શોની પ્રખ્યાત ગોકુલધામ સોસાયટી એક સેટ સિવાય બીજું કંઈ નથી અને એ અંદરથી સંપૂર્ણપણે ખાલી છે, તો ચાલો જાણીએ કે ત્યાં કેવી રીતે શૂટિંગ થાય છે?

અંતે શાહરુખ-ગૌરીની મન્નત પૂરી, આ શરતો પર હાઈ કોર્ટે આપ્યા આર્યન ખાનને જામીન; જાણો કઈ છે એ શરતો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીનો સંપૂર્ણ સેટ મુંબઈના ગોરેગાંવમાં બનેલી ફિલ્મ સિટીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ લગભગ 13 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. તમે જોયું જ હશે કે ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડનો ભાગ ઘણી વાર શોમાં બતાવવામાં આવે છે અને ઘરનો ભાગ પણ. જોકે આ સેટ પર માત્ર કમ્પાઉન્ડ અને બાલ્કનીના ભાગ જ શૂટ કરવામાં આવે છે. બીજી તરફ, જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું  આઉટડૉર શૂટિંગ કરવું હોય તો આ સેટ પર જ કરવામાં આવે છે. પરંતુ જો ઇન્ડૉર શૂટિંગ કરવાનું હોય તો એના સેટ કાંદિવલીમાં બનાવવામાં આવ્યા છે, જ્યાં ઇન્ડૉર શૂટિંગ થાય છે. એટલે કે જ્યારે પણ કોઈના ઘરની અંદર શૉટ લેવાનો હોય તો શૂટિંગ કાંદિવલીમાં થાય છે. આ તમામ કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે જેથી તે કોઈ પણ રીતે ખરાબ ન લાગે. 

Golden Globes 2026: પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર લૂંટી લાઈમલાઈટ , નિક જોનસ સાથેની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Golden Globe Awards 2026: 16 વર્ષના અભિનેતાએ એવોર્ડ જીતીને રચ્યો ઈતિહાસ, ટેયાના ટેલર બની બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ; જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Kyunki Saas Bhi Kabhi Bahu Thi: તુલસી-મિહિરનો જાદુ આજે પણ અકબંધ! 2000 એપિસોડની સફર પૂરી થતા એકતા કપૂર થઈ ગઈ ઈમોશનલ
Tanhaji 2: અજય દેવગનની એક પોસ્ટે મચાવ્યો ખળભળાટ! ‘વાર્તા હજુ પૂરી નથી થઈ…’ શું હવે આવશે ‘તાન્હાજી 2’? ચાહકોમાં ભારે ઉત્તેજના
Exit mobile version