News Continuous Bureau | Mumbai
થોડા દિવસો પહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(TMKOC) ના અમિત ભટ્ટના એટલેકે ‘ચંપક ચાચા’ (Champak Chacha) ઘાયલ થયાના સમાચાર (accident news) આવ્યા હતા. ત્યારથી, ચાહકો તેમના સ્વાસ્થ્યને લઇ ને ખૂબ જ પરેશાન હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ ‘ચંપક ચાચા’ના સ્વાસ્થ્ય વિશે (health) પૂછી રહ્યા હતા. ચાહકોની ચિંતા દૂર કરવા માટે હવે ચંપક ચાચાએ ખુદ પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ચંપક ચાચા’નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટે (Amit Bhatt) મીડિયામાં ચાલી રહેલા સમાચારોને નકારી કાઢીને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું, ‘કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ‘ચંપક ચાચા’ એટલે કે અમિત ભટ્ટનો ભયંકર અકસ્માત થયો હોવાના સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. હું કહેવા માંગુ છું કે આ સમાચાર ખોટા છે. એવું કંઈ થયું નથી. ખૂબ જ નાની ઈજા થઇ છે. હું સંપૂર્ણ રીતે ઠીક છું. હું તમારી સામે છું.’અમિત ભટ્ટે જણાવ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર એક સીન શૂટ થવાનો હતો, જેમાં સોઢીની કારનું ટાયર હાથમાંથી સરકી જાય છે અને તે તેની પાછળ દોડે છે. શૂટ દરમિયાન, ટાયર રિક્ષાને અથડાઈ ને પાછું આવ્યું અને ‘ચંપક ચાચા’ના ઘૂંટણમાં અથડાયું, જેના કારણે તેમને નાની ઈજા થઈ. તબીબોએ તેમને 10 થી 12 દિવસ આરામ કરવાનું કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો
અમિત ભટ્ટે વધુ માં જણાવ્યું કે તે ગોકુલધામ (Gokuldham) અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (TMKOC) પરિવારને ખૂબ મિસ કરી રહ્યો છે. તે જલ્દી સ્વસ્થ થઈને શૂટિંગ (shooting) પર પાછા જવા માંગે છે. સાથે જ તેણે તેના ચાહકોને ચિંતા ન કરવાની સલાહ આપી છે.