બબીતાજી પછી હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની આ અભિનેત્રીએ ખરીદ્યું નવું ઘર ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 નવેમ્બર  2021

શુક્રવાર

 

ટીવીના પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળેલા દરેક પાત્રની ફેન ફોલોઈંગ અલગ છે. તેમજ, આ શોમાં ભીડે ભાઈની પુત્રી 'સોનુ'નું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિંધવાની પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે દરરોજ રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. હાલમાં જ તે પોતાની આવી જ એક પોસ્ટ માટે હેડલાઈન્સમાં આવી છે. 23 વર્ષની પલક એ હાલમાં જ નવું ઘર ખરીદ્યું છે, જેની માહિતી તેણે તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે.

પલક એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા તેણે જણાવ્યું છે કે તે થોડા સમય પહેલા નવા ઘરમાં શિફ્ટ થઈ છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પલક ના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. પ્રશંસકોની સાથે સાથે અનેક સેલિબ્રિટીઓ પણ પલકની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે.

બોલિવૂડ ના આ સેલેબ્સ વાસ્તવિક જીવનમાં કરી ચૂક્યા છે ભૂતનો સામનો, તેમની આપવીતી વાંચી ને તમારા રુંવાડા ઉભા થઇ જશે

પલક તેના ઘરના આ લેટેસ્ટ ફોટોમાં લિવિંગ રૂમમાં બેઠેલી જોવા મળી રહી છે. તેની તસવીરમાં ખૂબ જ આલીશાન ફર્નિચર પણ દેખાય છે. જણાવી દઈએ કે પલક થોડા વર્ષોથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલી છે. ખૂબ જ નાની ઉંમરમાં પલક એ પોતાની અભિનય પ્રતિભા દ્વારા ચાહકોના દિલ જીતી લીધા છે. 'સોનુ'ના રોલમાં દર્શકો તેને પસંદ કરે છે એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More