News Continuous Bureau | Mumbai
TMKOC Jethalal: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં જેઠાલાલ નું પાત્ર દર્શકો નું પ્રિય પાત્ર છે લોકો ને જેઠાલાલ અને દયાભાભી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. એક તરફ જેઠાલાલ નું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશી છેલ્લા 15 વર્ષ થી આ શો સાથે જોડાયેલા છે તો બીજી તરફ દયાભાભી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી તેની ડિલિવરી પછી શો માં પરત નથી ફરી લોકો શો માં દયાભાભી ને મીસ કરી રહ્યા છે આ બધાની વચ્ચે દયાભાભી એટલેકે દિશા વાકાણી તેના ઓનસ્ક્રીન પતિ એટલેકે દિલીપ જોશી ના પુત્ર ના લગ્ન માં હાજરી આપવા પહોંચી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
દિશા વાકાણી એ આપી દિલીપ જોશી ના પુત્ર ના લગ્ન માં હાજરી
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં જોઈ શકાય છે કે, તારક મહેતા ની સ્ટાર કાસ્ટ એકસાથે જોવા મળી રહી છે. દયાબેન એટલે કે દિશા વાકાણી પણ આ તસવીરમાં જોવા મળે છે. દિશા સાથે તેની પુત્રી પણ જોવા મળી રહી છે. આ તસવીરમાં દિશાની સાથે મિસ્ટર ભીડે એટલકે અભિનેતા મંદાર ની પત્ની, પલક સિધવાણી, નીતિશ ભલુની, અંબિકા રંજનકર, સુનૈના ફોજદાર અને અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ ઉપરાંત જેઠાલાલ એટલેકે દિલીપ જોશી ના પુત્ર નો લગ્ન નો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીના પુત્ર રિત્વિકના લગ્ન ભવ્ય રીતે થયા હતા. આ ફંક્શનમાં લોકો આઈવરી કલર ના પોશાક માં જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે