News Continuous Bureau | Mumbai
ટેલીવિઝન જગતના સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(TMKOC)માં દયાબેન છેલ્લા 5 વર્ષથી શોમાંથી ગેરહાજર છે. હવે સમાચાર છે કે દયાબેન(Dayaben) જલ્દી પરત ફરશે. કારણ કે જેઠાલાલ(Jethalal) તેમને પાછા લાવવા માટે મક્કમ છે અને આ માટે તેમણે એક વિચાર આવ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(TMKOC) માં દયાબેન અમદાવાદ(Ahemdabad)માં બેઠા છે અને એવી રીતે બેઠા છે કે આવવાનું નામ નથી લઈ રહ્યાં. તેને પરત લાવવા માટે લાખો પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ આ વખતે તે પરત ફરવાના મૂડમાં નથી. શોના દર્શકો આનાથી નિરાશ છે, પરંતુ ગોકુલધામ માં દયાબેનની ગેરહાજરીથી સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહેલા જેઠાલાલ પર સૌથી વધુ અસર પડી છે. દયાબેનના જવાથી તેમની દુનિયા ઉજ્જડ થઈ ગઈ. પણ હવે જેઠાલાલ તેની દયાને પાછા લાવવા મક્કમ છે.
આ સમાચાર પણ વાંચો : આખરે હારી ગયો જિંદગી સામેની લડાઈ- કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે દુનિયાને કહ્યુ અલવિદા- હોસ્પિટલમાં જ લીધા અંતિમ શ્વાસ
જેઠાલાલ દયા માટે ઉપવાસ કરશે
હા… સમાચાર છે કે જેઠાલાલ પાસે દયાબેનને લાવવા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. તેથી હવે તે એવું પગલું ભરવા જઈ રહ્યો છે કે દયાબેનને ગોકુલધામ સોસાયટીમાં આવવું પડશે. જેઠાલાલ હવે તેમની દયા માટે ઉપવાસ(Fast) પર બેસવાના છે. તાજેતરમાં શોના નિર્માતા અસિત મોદી(Asit Kumar Modi)એ પોતે ખુલાસો કર્યો હતો કે જેઠાલાલ દયાબેનને પાછા લાવવા માટે ખાવા-પીવાનું પણ છોડી દેવાના છે, ત્યારબાદ દયા(Dayaben return in show)એ પાછું આવવું પડશે.
દયાબેનની વાપસી ટૂંક સમયમાં થવા જઈ રહી છે
તે નિશ્ચિત છે કે દિશા વાકાણી(Disha Vakani) અત્યારે શોમાં પાછી નહીં ફરે અને નિર્માતાઓએ તેની રાહ જોવા માટે 5 વર્ષ વિતાવ્યા છે. જોકે મેકર્સ હજુ પણ દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેઓએ નવી દયાબેનની શોધ પણ શરૂ કરી દીધી છે. તેની વાપસી માટે વાર્તા તૈયાર કરવામાં આવી છે, આટલા સમય પછી તે શોમાં કેવી રીતે પ્રવેશ કરશે તે નક્કી કરવામાં આવ્યું છે પરંતુ માત્ર યોગ્ય દયાની રાહ જોવાઈ રહી છે. જેના માટે ઓડિશન(Audition) ચાલી રહ્યું છે. યોગ્ય અને સચોટ ચહેરો મળતા જ દયાબેનનું પાત્ર શોમાં પરત ફરશે.
આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળતી આ છોકરી જાણીતી છે પોતાની અતરંગી સ્ટાઇલ માટે- ઘરની બહાર નીકળતા જ આવે છે લાઇમલાઇટમાં