તારક મહેતા ના ‘જેઠાલાલ’ થયા ભાવુક, દીકરીની વિદાય પછી શેર તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ડિસેમ્બર 2021

ગુરુવાર

નાના પડદાના પ્રખ્યાત શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીના લાખો ચાહકો છે. તેની ફની સ્ટાઈલ અને તેની એક્ટિંગ દરેકને ગમે છે, પરંતુ આ વખતે 'જેઠાલાલ' ઈમોશનલ થઈ ગયા છે. દિલીપ જોશીએ તાજેતરમાં જ તેની  પુત્રીનું કન્યાદાન  કર્યું છે અને આ પ્રસંગે તેઓ ખૂબ જ ભાવુક દેખાતા હતા.

દિલીપ જોશીએ પોતાની પુત્રી નિયતિના લગ્નનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરો શેર કરીને દિલીપે તેની નવી પરિણીત પુત્રી અને જમાઈને તેમના નવા  સફરની શુભકામના પાઠવી છે.

આ સાથે અમારા 'જેઠાલાલે' તેમના ચાહકો, મિત્રો અને પરિવારજનોને શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો છે.

આ તસવીરોમાં દિલીપની પુત્રી નિયતિ અને જમાઈ યશોવર્ધન મિશ્રાના લગ્નની પસંદગીની ક્ષણો બતાવવામાં આવી છે.

તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દિલીપ અને તેની પુત્રી એકબીજાની કેટલી નજીક છે.

આ તસવીરોમાં મંડપ, વરમાળા  સાથેની એ ક્ષણ પણ દેખાઈ રહી છે જ્યારે દિલીપ પોતાની દીકરીને દુલ્હન ના રૂપ માં  જોઈને ભાવુક થઈ રહ્યો છે.

ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 100 લોકેશન પર શૂટ થનારી પહેલી ફિલ્મ બની, શૂટિંગ માં લાગ્યા આટલા દિવસ; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More