Site icon

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને મળી નવી સોનુ, ભીડે માસ્ટર ની દીકરી ની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી

TMKOC: પલક સિધવાની નો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા બાદ મેકર્સ નવી સોનુ ની ખોજ માં હતા હવે મેકર્સ ને નવી સોનુ મળી ગઈ છે.

TMKOC khushi mali play sonu role instead of palak sidhvani

TMKOC khushi mali play sonu role instead of palak sidhvani

News Continuous Bureau | Mumbai 

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને વિવાદો સાથે પણ ઊંડો સંબંધ છે. તાજેતર માં સિરિયલ માં સોનુ ની ભૂમિકા ભજવતી અભિનેત્રી પલક સિધવાની એ શો છોડી દીધો છે. આ પછી મેકર્સ નવી ‘સોનુ’ની શોધમાં વ્યસ્ત હતા. હવે મેકર્સ ને નવી સોનુ મળી ગઈ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માટે દિશા વાકાણી ને આપવામાં આવી અધધ આટલી બધી ફી ની ઓફર! શો ના ઈતિહાસમાં પહેલીવાર થઇ આવી ઓફર

તારક મહેતા માં સોનુ ની ભૂમિકા ભજવશે ખુશી માલી 

અસિત મોદી એ તેમના સોશિયલ મીડિયા પર ખુશી ની તસવીર પોસ્ટ કરતા લખ્યું, ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પરિવારમાં ખુશી માલીનું ‘સોનુ ભીડે’ તરીકે સ્વાગત છે. સોનુ ટપ્પુ સેનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેની હાજરી ચોક્કસપણે પ્રેક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે. ખુશી માલીને કાસ્ટ કરવાનો નિર્ણય સાવચેતીભર્યો હતો, અને અમને વિશ્વાસ છે કે તે સોનુની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવશે.અમે ખુશીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ અને તેને સંપૂર્ણ સમર્થન આપીશું. અમે આશા રાખીએ છીએ કે અમારા પ્રેક્ષકો તેને તે જ રીતે પસંદ કરશે જે રીતે તેઓ છેલ્લા 16 વર્ષથી શો અને તેના પાત્રોને પ્રેમ કરે છે.”


તારક મહેતામાં સોનુ ના પાત્ર માં જોવા મળેલી અભિનેત્રી પલક સિધવાની એ શોના નિર્માતાઓ પર તેને માનસિક રીતે હેરાન કરવાનો અને બાકી રકમ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version