Site icon

TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ

TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે એટલે કે અભિનેતા મંદાર ચંદવાડકરને ધર્મેન્દ્ર ના બાળપણ નો રોલ મળ્યો હતો અને આ રોલ માટે તેની ભલામણ શોલે ના અભિનેતા મેક મોહને કરી હતી.

TMKOC Mandar Chandwadkar Was Once Offered Dharmendra’s Childhood Role

TMKOC Mandar Chandwadkar Was Once Offered Dharmendra’s Childhood Role

News Continuous Bureau | Mumbai

TMKOC Mandar Chandwadkar: ટેલિવિઝનના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં આત્મારામ તુકારામ ભિડે  નું પાત્ર ભજવનાર મંદાર ચંદવાડકર ને એક સમયે ધર્મેન્દ્ર ના બાળપણનો રોલ ઓફર થયો હતો. મંદાર એ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે બાળપણથી જ એક્ટિંગ તરફ આકર્ષિત હતો. બીજા ધોરણમાં તેણે બોરીવલીના ગણેશ ચતુર્થી પંડાલમાં પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી

મંદારને મળ્યો હતો ધર્મેન્દ્રના બાળપણનો રોલ

મંદાર ચંદવાડકરએ જણાવ્યું કે, એક વખત મેકમોહન, જેમણે ‘શોલે’ માં સાંભા નું પાત્ર ભજવ્યું હતું, તેમણે મંદારની ભજવણી જોઈને એક ફિલ્મમેકરને ભલામણ કરી હતી. ત્યારબાદ મંદારને ધર્મેન્દ્રના બાળપણનો રોલ ઓફર થયો હતો. પરંતુ તે સમયના 80ના દાયકામાં એક્ટિંગને વ્યાવસાયિક રીતે ગંભીરતાથી લેવામાં આવતી નહોતી, તેથી તે એ રોલ કરી શક્યો નહોતો.


મંદારએ જણાવ્યું કે, એક્ટિંગ માટે તેને પરિવાર તરફથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી હતી. મંદાર ચંદવાડકર વર્ષ 2008થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભિડે નું પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્ર ને કારણે તેને દેશભરમાં લોકપ્રિયતા મળી છે અને આજે કરોડો ફેન્સ તેને ભિડે તરીકે ઓળખે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version