News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનની ભાભી નો રોલ કરનારી જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે મુંબઈ પોલીસને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીની ફરિયાદ મુજબ નિર્માતા અસિત કુમાર મોદી અને કેટલાક ક્રૂ મેમ્બર્સ દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. નિર્માતાઓ પર આરોપ લગાવતા અભિનેત્રીએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. હવે યૌન ઉત્પીડન મામલામાં મુંબઈ પોલીસ નું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ અભિનેત્રીની ફરિયાદ નોંધવાના સમાચારની પુષ્ટિ કરી છે અને સાથે જ કહ્યું છે કે તેઓએ આ મામલે તપાસ શરૂ કરી છે.
અસિત મોદીની પ્રતિક્રિયા આવી સામે
યૌન ઉત્પીડનના આરોપો પર અસિત મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેની સેવાઓ સમાપ્ત કરી દીધી છે, તેથી તે પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.આ સિવાય શોમાં આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચંદાવરકરે પણ અભિનેત્રી દ્વારા નિર્માતાઓ પર લગાવેલા આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. મને એ પણ ખબર નથી કે તેમની વચ્ચે શું છે.