News Continuous Bureau | Mumbai
TMKOC new entry: ટીવીના સૌથી હિટ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 કરીશ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકાર ચાહકો ના ફેવરિટ છે.આ શો ના ઘણા કલાકારો હવે આ શોનો ભાગ નથી, પરંતુ લોકો તેમના જીવનના દરેક અપડેટથી વાકેફ રહેવા માંગે છે. પછી તે દયા ભાભી હોય, તારક મહેતા હોય કે રીટા રિપોર્ટર પ્રિયા આહુજા. શો માં રીટા રિપોર્ટર નું પાત્ર ભજવતી પ્રિયા આહુજા એ હાલમાંજ શો ને અલવિદા કહી દીધું છે તેના સ્થાને હવે નવી અભિનેત્રી ને લેવામાં આવી છે.
તારક મહેતા માં આવી નવી રીટા રિપોર્ટર
તારક મહેતા માં રીટા રિપોર્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા ના શો છોડ્યા બાદ હવે અભિનેત્રીની જગ્યાએ નવી હિરોઈન ને લાવવામાં આવી છે, જે રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળી રહી છે. જો તમે તાજેતર નો દહીં હાંડીનો એપિસોડ જોયો હોય, તો તમે આ નવી અભિનેત્રીને જોઈ જ હશે. રીટા રિપોર્ટર બનેલી રામશા ફારુકી દહીંહાંડી ના એપિસોડ માં રિપોર્ટિંગ કરતી જોવા મળી હતી.
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શોમાં સંપૂર્ણપણે નવી રીટા રિપોર્ટર આવી છે, જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ખાસ એપિસોડમાં જોવા મળશે. રમશા થિયેટર આર્ટિસ્ટ છે. હવે જોવાનું એ રહે છે કે પ્રિયા આહુજા એટલે કે જૂની રીટા રિપોર્ટરને નવી રીટા રિપોર્ટર એટલે કે રમશા જેટલો પ્રેમ મળે છે કે નહીં.
આ સમાચાર પણ વાંચો: YRKKH leap: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે ત્રીજો લિપ? આ કલાકારો લઇ શકે છે અક્ષરા અભિમન્યુ નું સ્થાન
