Site icon

TMKOC: ‘શું તારક મહેતા..’ની સોનુએ કોન્ટ્રેક્ટ તોડ્યો?, કાનૂની કાર્યવાહીના સમાચાર પર અભિનેત્રીએ તોડ્યું મૌન; જાણો શું કહ્યું..

TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. તેણે તાજેતરમાં ટેલિકાસ્ટના 16 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શોમાં પલક સિધવાની સોનુની ભૂમિકા ભજવી રહી છે. તે 4 વર્ષ પહેલા તેનો ભાગ બની હતી. પરંતુ હવે એવા અહેવાલો છે કે તે શોમાંથી બહાર થઈ શકે છે.

TMKOC Palak Sidhwani aka Sonu reacts on claims of Taarak Mehta Ka Ooltah Chashmah makers taking legal action against her

TMKOC Palak Sidhwani aka Sonu reacts on claims of Taarak Mehta Ka Ooltah Chashmah makers taking legal action against her

News Continuous Bureau | Mumbai 

TMKOC: લાંબા સમયથી ચાલી રહેલ સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  અવાર નવાર ચર્ચામાં છે. એક તરફ જયારે એક પછી એક ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. તે જ સમયે, અસિત મોદી અને તેના શોના કેટલાક કલાકારો વચ્ચેના વિવાદો પણ ચર્ચામાં રહ્યા હતા. હવે અહેવાલ છે કે ‘તારક મહેતા…’માં સોનુ ભીડે નું પાત્ર ભજવતી પલક સિધવાનીએ પ્રોડક્શન હાઉસ સાથેનો કોન્ટ્રેક્ટ તોડી નાખ્યો છે. એવા પણ અહેવાલ છે કે અસિત મોદીની ટીમ પલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. શોના પ્રોડક્શન હાઉસ, નીલા ફિલ્મ પ્રોડક્શન્સ ટૂંક સમયમાં આ મુદ્દા પર તેમને કાનૂની નોટિસ મોકલવાની યોજના બનાવી રહી છે. 

Join Our WhatsApp Community

TMKOC: પલક સિધવાનીએ પોતે મૌન તોડ્યું

દરમિયાન હવે પલક સિધવાનીએ પોતે આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. આ સમગ્ર મામલે પલક સિધવાણીએ કહ્યું કે, “મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે કારણ કે મને હજુ સુધી કોઈ લીગલ નોટિસ મળી નથી.”

TMKOC: કોન્ટેક્ટ તોડવા અને કાનૂની કાર્યવાહી પર પલકની પ્રતિક્રિયા

‘તારક મહેતા…’ની સોનુ એટલે કે પલક સિધવાનીએ તાજેતરમાં જ એક મીડિયા હાઉસને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં પલકે કોન્ટ્રાક્ટ તોડવા અને કાયદાકીય કાર્યવાહી કરવાના સમાચારો પર નારાજગી વ્યક્ત કરી હતી. પલકે કહ્યું, ‘સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આવા તમામ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને બકવાસ છે. મને ખબર નથી કે લોકો મારી સાઇટને જાણ્યા વિના કોઈ વ્યક્તિ માટે આવી વસ્તુઓ કેવી રીતે લખી શકે છે? અન્ય કલાકારો પણ એન્ડોર્સમેન્ટ કરે છે. મારી અને પ્રોડક્શન હાઉસ વચ્ચે આવું કંઈ થયું નથી. પલકે પણ કાયદાકીય કાર્યવાહીની બાબતને સંપૂર્ણ અફવા ગણાવી હતી.

આ સમાચાર પણ વાંચો : તેજસ્વી પ્રકાશ એ શેર કરી તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો, અભિનેત્રી ના ફોટા જોઈ ઘાયલ થઇ જશે કરણ કુન્દ્રા

 TMKOC: પલક પહેલા નિધિએ સોનુનું પાત્ર ભજવ્યું હતું.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. તેણે તાજેતરમાં ટેલિકાસ્ટના 16 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શોમાં પલક સિધવાની સોનુની ભૂમિકા ભજવી રહી છે. તે 4 વર્ષ પહેલા તેનો ભાગ બની હતી. જણાવી દઈએ કે પલક સિધવાની પહેલા નિધિ ભાનુશાલીએ સોનુ ભીડેનું પાત્ર ભજવ્યું હતું.  બંને અભિનેત્રીઓએ આ પાત્ર દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. હાલમાં આ શોમાં દિલીપ જોશી, મંદાર ચંદવાદકર, મુનમુન દત્તા, સુનૈના ફોજદાર અને સોનાલિકા જોશી જેવા જાણીતા કલાકારો જોવા મળે છે.  

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version