399
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Happy Birthday Arjun: અર્જુન બિજલાનીનો જન્મ મુંબઈમાં 31 ઑક્ટોબર, 1982ના રોજ થયો અને મોટો પણ આ જ શહેરમાં થયો છે. માહિમની બોમ્બે સ્કોટીચ સ્કૂલમાં ભણ્યા બાદ તેણે એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સની ગ્રેજ્યુએશન કર્યુ હતું. અર્જુન જ્યારે 19 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયુ હતું.
આ રીતે કરી એક્ટિંગની શરુઆત
અર્જુન એક્ટિંગ પહેલા અર્જુન મોડલિંગ કરતો હતો. 22 વર્ષની ઉંમરે તેને એક્ટિંગની શરૂઆત કરી હતી. બાલાજી ટેલીફિલ્મની સિરિયલ કાર્તિકામાં તેણે લીડ એક્ટર તરીકે શરૂઆત કરી હતી. 2004માં જેનિફર વિનગેટ પણ કો-સ્ટાર તરીકે જોડાઈ હતી. અર્જુન(Arjun Bijlani)ના કારકિર્દીનું ટર્નિંગ પોઈન્ટ ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’થી થયુ જેમાં તેણે કેડેટ આલેખ શર્માનું પાત્ર ભજવ્યુ હતું. તેમ જ મેરી આશિકી તુમ સે હી અને નાગિન સિરિયલથી તેને ખૂબ ફેમ મળ્યુ હતું. કાર્તિકા સિરિયલ બાદ મિલે જબ હમ તુમ, પરદેશ મે હે મેરા દિલ, ઈશ્ક મે મરજાવા જેવી સિરિયલોથી તે ટેલિવીઝન ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રચલિત એક્ટર બન્યો હતો.
15 વર્ષથી કરે છે એક્ટિંગ
પોતાના કરિયર(Career) બાબતે અર્જુને કહ્યું કે, તમે ઘણા કેરેક્ટર કરો છો પણ હજી બીજા ઘણા કરવાના હોય છે. લગભગ 15 વર્ષથી હુ એક્ટિંગ કરુ છુ અને અત્યારસુધીનો પ્રવાસ તો સારો રહ્યો છે. લોકો મને સ્વીકારે છે તેનાથી મને ખૂબ જ ખુશી મળે છે.
એક્ટિંગ સિવાય વાઇન શોપનો માલિક છે
એક ઈન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું હતું કે, એક્ટિંગ વર્લ્ડમાં લાંબા ગાળાની સ્થિરતા અમૂક જ નસીબદાર લોકોને મળે છે. મારા માટે બિઝનેસ એ કોઈ બેક-અપ પ્લાન નથી. સચિન તેંડુલકર ક્રિકેટર છે અને તે એનુ પેશન છે. પરંતુ તેનુ રેસ્ટોરન્ટ પણ છે…મને નથી લાગતુ કે એ તેનુ બેક-અપ પ્લાન છે. એક્ટિંગ વિશ્વમાં પણ ઘણા લોકોના સાઈડ બિઝનેસ છે. મારી પોતાની અંધેરીમાં વાઈન શોપ છે પરંતુ મારે એક્ટર તરીકે ડેવલપ થવુ છે.
પહેલી ફિલ્મ રહી ફ્લોપ
2016માં અર્જુન બિજલાનીએ પ્રથમ ફિલ્મ ‘ડાયરેક્ટ ઈશ્ક'( film Direct Ishq)માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મથી અર્જુન બૉલીવુડમાં પ્રભાવ પાડી શક્યો નહોતો. બૉલીવુડમાં પોતાની પહેલી ફિલ્મ ન ચાલ્યા બાદ તેણે ફરી ક્યારે પણ કોઈ મુવી માટે ટ્રાય કરી નહીં. તેણે કહ્યું કે, હાલ હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું. તેથી મારી પાસે ફિલ્મ્સ અને વેબ સિરીઝમાં કામ કરવાનો સમય નથી. ભવિષ્યમાં હું શું કરીશ એ આપણે કહી શકીએ નહીં.
હુ ટીવી શો કરુ એ સારુ રહેશેઃ અર્જુન
ઇન્ટરવ્યુમાં અર્જુને કહ્યું કે, હવે હું સારી રીતે સમજું છું. ફિલ્મ્સ માટે હુ લોકોને મળ્યો હતો. મે ફિલ્મ નકારી કારણ કે ફક્ત ફિલ્મ કરવા માટે જ હું કરું એમ નથી પણ ફિલ્મ પણ સારી હોવી જોઈએ. સ્ક્રિપ્ટ સારી હોવી જોઈએ. ડાયરેક્ટર કોણ છે એ પણ મહત્વનું છે. મને જેમની સાથે કામ કરવાનું મન હોય અને મને એ તક મળે તો હુ ફિલ્મ કરીશ. પરંતુ કોઈ પણ ફિલ્મ કરવા કરતા હુ ટીવી શો(TV serial) કરુ એ સારુ રહેશે. ઉલ્લેખનીય છે કે, અર્જુન બિજલાનીએ રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. જલક દિખલાજાની નવમી સીઝનમાં તેણે ભાગ લીધો હતો.
એક દિકરો છે
અંગત જીવનની વાત કરીએ તો, અર્જુને તેની ગર્લફ્રેન્ડ નેહા સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. 2015માં નેહાએ પુત્રને જન્મ આપ્યો હતો. અર્જુન તેના દિકરાને લકી ચાર્મ માને છે. તેનો છોકરો આયાન(Son of Arjun)નો જન્મ જાન્યુઆરી 2015માં થયો અને અર્જુને માર્ચ મહિનામાં અર્જુને મેરી આશિકી તુમ સે હીમાં જોડાયો અને તે પછી નાગિનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અર્જુનનું કહેવું છે કે તેના પુત્રના લીધે જીવનમાં ખૂબ જ સકારાત્મકતા આવી છે.