1.1K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે 1973માં જન્મેલી એશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડના સૌથી મોટા પરિવાર માનવામાં આવતા બચ્ચન પરિવારની પુત્રવધુ છે. આજે તેનો જન્મદિવસ(Birthday) છે. પોતાની ખૂબસૂરતીને કારણે અને મૃદુતાને કારણે લોકોમાં ખાસ સ્થાન બનાવનારા એશ્વર્યા વિશે ખાસ વાતો…
એશ્વર્યા રાય બચ્ચન(Aishwarya Rai Bachchan) પોતે એક તુલુ પરિવારની દીકરી છે. એશ્વર્યા કર્ણાટકાના મેગ્લોરમાં જન્મીને મોટી થઈ છે.તેની માતૃભાષા તુલુ છે. તેના પિતા ક્રિષ્ણરાજ મરિન બાયોલોજિસ્ટ છે જ્યારે માતા હાઉસવાઈફ છે. તેને એક મોટો ભાઈ પણ છે જે મર્ચન્ટ નેવીમાં એન્જિનીયર છે.
મુંબઈની આર્ય વિદ્યા મંદિર હાઈ સ્કૂલ તેમજ જય હિન્દ કોલેજથી તેણે તેનું ભણતર પુરુ કર્યું છે.તેણે ક્લાસિકલ ડાન્સ અને મ્યુઝિકની ટ્રેનિગ પણ લીધેલી છે.
એશ્વર્યાનો પસંદગીનો વિષય ઝુલોજી હતો તેથી તેણે મેડિસીન વર્લ્ડ(world of medicine)માં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું હતું પણ બાદમાં મોડલિંગ તરફ તે વળી હતી.
તે અત્યાર સુધીમાં 3 વખત વોગ મેગેઝિનના કવર પેજ પર ચમકી ચુકી છે. કોકાકોલા, લેક્મે કોસ્મેટિક્સ, કેસિઓ પેજર, ફિલિપ્સ, પામઓલિવ, લક્સ સોપ, ફુજી ફિલ્મ, ડિ બિઅર ડાયમન્ડ જેવી ઘણી જ પ્રોડક્ટનું એડવર્ટાઈઝમેન્ટ કરી ચુકી છે.
ઐશ્વર્યા મિસ ઇન્ડિયા રનઅપ બન્યા બાદ, 1994માં તેણે મિસ વર્લ્ડ (Miss World 1994) નો તાજ જીત્યો હતો. ત્યાર બાદ તેણે તમિલ ફિલ્મ ઈરુવર (1997)થી ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું અને હિન્દી ફિલ્મ જીન્સ (1998)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.અત્યાર સુધીમાં 40થી વધુ હિન્દી, ઈન્ગલિશ, તેલુગુ, તમિલ અને બેંગોલી ભાષામાં ફિલ્મો કરી ચુકી છે.
અંગત જીવનની વાત કરીએ તો 1999માં તે સલમાન ખાન(Salman Khan)ને ડેટ કરતી હતી. તેમના સંબંધોની ચર્ચા બોલિવૂડના સૌથી મોટી સનસની બનતી હતી. આ જોડી 2001માં છુટી પડી ગઇ.
ઉલ્લેખનીય છે કે, એશ્વર્યા અભિષેક(Abhishek Bachchan)ને પહેલી વખત વર્ષ 1997માં મળી હતી. 14 જાન્યુઆરી,2007નાં દિવસે અભિષેક-એશ્વર્યાની સગાઈ થઈ હતી.
આ જોડી 20 એપ્રિલ, 2007ના દિવસે પરણી હતી. તેમનાં લગ્ન પહેલા પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી જોકે આજે તેઓ એક સફળ કપલ માનવામાં આવે છે. એશ્વર્યા 2 વખત ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી ચુકી છે. તે 11 વખત નોમિનેટ થઈ છે.
તે ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ એકેડમી એવોર્ડ, સ્ટાર સ્ક્રિન એવોર્ડ અને ઝી સિને એવોર્ડ જેવા ઘણાં એવોર્ડ જીતી ચુકી છે. વર્ષ 2009માં તે પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.
વર્ષ 2001માં ફોર્બે તેને ભારતની સૌથી સફળ 5 મહિલાઓમાં સ્થાન આપ્યું હતું.
એશે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં 16મી નવેમ્બર 2011 રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. અત્યાર એશ્વર્યા અને અભિષેક પોતાની દીકરી આરાધ્યા (Aaradhya Bachchan) સાથે સારો સમય વિતાવે છે.