Cannes 2025: કાન્સ ફેસ્ટિવલમાં ‘મિશન ઇમ્પોસિબલ 8’નું થયું પ્રીમિયર, આ દરમિયાન કંઈક એવું બન્યું કે ભાવુક થયો ટોમ ક્રૂઝ

Cannes 2025: કાન્સ ફેસ્ટિવલમાં 'મિશન ઇમ્પોસિબલ 8'નું પ્રીમિયર થયું હતું. આ દરમિયાન ટ્રોમા ક્રુઝ પણ ત્યાં હાજર હતો હવે આ પ્રીમયર ને સ્ટેન્ડિંગ ઓવેશન મળતા ટોમ ક્રુઝ ભાવુક થઇ ગયો હતો,

by Zalak Parikh
Tom Cruise Gets Emotional After Standing Ovation at Cannes 2025 for Mission Impossible 8

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના બીજા દિવસે ટોમ ક્રૂઝ ની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ: ફાઈનલ રેકનિંગ’  નું પ્રીમિયર થયું હતું. રેડ કાર્પેટ પર ટોમ ક્રૂઝના આગમનથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના પ્રદર્શન બાદ દર્શકો દ્વારા મળેલા સ્ટેન્ડિંગ ઓવેશન થી ટોમ ક્રૂઝ ભાવુક થઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: કાન્સ માં અતરંગી આઉટફિટ માં જોવા મળી ઉર્વશી રૌતેલા, અભિનેત્રી ના ક્રિસ્ટલ પોપટ ની બેગ ની કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

ટોમ ક્રૂઝ નું ભાવનાત્મક સંબોધન

ટોમ ક્રૂઝે કહ્યું, “આવો પ્રતિસાદ જ છે જે માટે અમે આ બધું કરીએ છીએ. તમે બધા જ એ કારણ છો કે અમે આ ફિલ્મો બનાવીએ છીએ. મોટા પડદા પરનો અનુભવ અમારું મિશન છે.” ટોમના આ શબ્દોએ સમગ્ર ઓડિયન્સને પ્રભાવિત કરી દીધા. ફિલ્મના ડિરેક્ટર ક્રિસ્ટોફર મેકક્વેરીએ કહ્યું કે, “આ ફિલ્મ એક મહામારી અને બે હડતાલ વચ્ચે બની છે. આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ ટોમ અને આખી ટીમે અદભૂત કામ કર્યું છે. આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ કાસ્ટ છે.”


‘મિશન ઇમ્પોસિબલ: ફાઈનલ રેકનિંગ’ ભારતમાં 17 મે, 2025ના રોજ રિલીઝ થશે. માત્ર 24 કલાકમાં 11,000થી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 45,000 ટિકિટ બુક થઈ ચૂકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More