Toxic: યશની ‘ટોક્સિક’ માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: ‘કાંતારા ચેપ્ટર 1’ ની હિરોઈનનો ફર્સ્ટ લૂક આઉટ, જાણો કયા રોલમાં જોવા મળશે રુકમિણી વસંત

Toxic: ‘મેલિસા’ ના પાત્રમાં જોવા મળશે રુકમિણી; કિયારા, નયનતારા અને હુમા કુરેશી બાદ પાંચમી અભિનેત્રીનો લૂક થયો રિવિલ, ફિલ્મમાં માત્ર હિરોઈનોનો જ દબદબો.

by Zalak Parikh
Toxic: Rukmini Vasanth’s first look as 'Melissa' revealed

News Continuous Bureau | Mumbai

Toxic: KGF સ્ટાર યશની (Yash) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે મેકર્સ દરરોજ એક નવી અભિનેત્રીનો લૂક રિલીઝ કરી રહ્યા છે. કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી અને તારા સુતારિયા બાદ હવે દક્ષિણ ભારતની ઉભરતી સ્ટાર રુકમિણી વસંત નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. રુકમિણી વસંત ટૂંક સમયમાં રિષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર 1’ માં પણ જોવા મળવાની છે.

આ સમાચાર પણ વાંચો : Toxic Teaser Release Date: સુપરસ્ટાર યશના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર: આ ખાસ દિવસે રિલીઝ થશે ‘ટોક્સિક’નું ટીઝર, અભિનેતાનો અંદાજ જોઈને ચોંકી જશો

‘મેલિસા’ ના બોલ્ડ અવતારમાં રુકમિણી વસંત

સુપરસ્ટાર યશે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રુકમિણી વસંતનો લૂક શેર કરીને તેનું સ્વાગત કર્યું છે. યશે કેપ્શનમાં લખ્યું, “મેલિસાના  પાત્રમાં રુકમિણી વસંતનું ટોક્સિક- ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સમાં સ્વાગત છે.” ફર્સ્ટ લૂકમાં રુકમિણી ખૂબ જ બોલ્ડ અને ઇન્ટેન્સ લૂકમાં જોવા મળી રહી છે. સ્ટાઇલિશ હેરસ્ટાઇલ, મોર્ડન ડ્રેસ અને હાથમાં ક્લચ પર્સ સાથેનો તેનો લૂક કોઈ હાઈ-પ્રોફાઈલ પાર્ટી કે ક્લબનો સીન હોય તેવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)


‘ટોક્સિક’ ના અત્યાર સુધીના અપડેટ્સમાં એક અજીબ વાત જોવા મળી છે કે, મેકર્સે અત્યાર સુધી માત્ર ફીમેલ કાસ્ટના જ લૂક જાહેર કર્યા છે. યશ સિવાય ફિલ્મમાં બીજા કયા મેલ એક્ટર્સ હશે તે વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. આ વ્યૂહરચનાને કારણે ફેન્સમાં આતુરતા વધી ગઈ છે કે શું આ ફિલ્મમાં મહિલા પાત્રોની ભૂમિકા વધુ શક્તિશાળી હશે? ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક સ્ટાઇલિશ ગેંગસ્ટર ડ્રામા છે.ફિલ્મ ‘ટોક્સિક’ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More