News Continuous Bureau | Mumbai
Toxic Teaser: સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટૉક્સિક’ ની જાહેરાત થઈ ત્યારથી જ પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના હતી. આજે રિલીઝ થયેલા ટીઝરે સાબિત કરી દીધું છે કે યશ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા તૈયાર છે. ‘રાયા’ના પાત્રમાં યશનો અંદાજ તેના અગાઉના પાત્રો કરતા પણ વધુ પાવરફુલ અને તીવ્ર જણાઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Vivek Agnihotri Operation Sindoor Film: ઉરી’ જેવો જ ધમાકો! વિવેક અગ્નિહોત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે મિલાવ્યો ભૂષણ કુમાર સાથે હાથ; જાણો શું છે આ મિશનની વાર્તા
સ્ટાર કાસ્ટ
ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં માત્ર યશ જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના અનેક દિગ્ગજ કલાકારો જોવા મળશે. ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આટલી મોટી સ્ટાર કાસ્ટ હોવાને કારણે ફિલ્મને લઈને હાઈપ અત્યંત વધી ગયો છે.
આ વર્ષનો સૌથી મોટો મુકાબલો ૧૯ માર્ચના રોજ થવાનો છે. એકતરફ રણવીર સિંહની બ્લોકબસ્ટર સિક્વલ ‘ધુરંધર ૨’ છે, જેણે બોક્સ ઓફિસ પર અગાઉ અનેક રેકોર્ડ તોડ્યા છે, તો બીજી તરફ યશની ‘ટૉક્સિક’ છે. અનેક ફિલ્મોએ ધુરંધરના ડરથી પોતાની રિલીઝ ડેટ બદલી નાખી છે, પરંતુ યશ તે જ દિવસે મેદાનમાં ઉતરવા માટે મક્કમ છે. બંને ફિલ્મો વચ્ચેની આ ટક્કર વર્ષ ૨૦૨૬ની સૌથી મોટી બોક્સ ઓફિસ ઘટના બની રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
