Site icon

‘આશ્રમ’ સિરીઝ ની આ અભિનેત્રીના હાથ લાગી બિગ બજેટ ફિલ્મ, રણબીર કપૂર સાથે કામ કરવાની મળી તક, જાણો અભિનેત્રી ની જાણી અજાણી વાતો વિશે

News Continuous Bureau | Mumbai

પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'આશ્રમ', (Prakash Jha Aashram)જે એમએક્સ પ્લેયર (MX player) પર પ્રસારિત થાય છે, તેણે રિલીઝ થતાની સાથે જ હંગામો મચાવી દીધો હતો. તે લોકોમાં એટલો પોપ્યુલર થઈ ગયો છે કે હવે તેની ત્રીજી સીઝન પણ જલ્દી રિલીઝ થઈ રહી છે. 'આશ્રમ'માં પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવનાર અભિનેત્રી ત્રિધા ચૌધરી (Tridha choudhary)અવારનવાર ચર્ચામાં રહે છે અને આ વેબ સિરીઝથી તેણે લોકોના દિલમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ત્રિધાની આ ઓળખ અને લોકપ્રિયતાએ તેણીની કારકિર્દીમાં એક પગલું આગળ ધપાવી છે અને તેણીને વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ 'શમશેરા' (Shamshera)મળી છે, પરંતુ તે પહેલા તે 'આશ્રમ'માં જોવા મળશે. બોબી દેઓલ (Bobby Deol)સાથે આ સીરીઝમાં પોતાની બોલ્ડનેસનો (Boldness) જલવો બતાવનાર અભિનેત્રી ત્રિધા સીરીઝની આ સીઝનમાં કયા પાત્રમાં જોવા મળશે, તે તો સિરીઝ  રીલીઝ થયા બાદ જ ખબર પડશે. પરંતુ તે પહેલા બબીતાનો રોલ કરનાર આ અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો વિશે જાણી લઈએ.

Join Our WhatsApp Community

અભિનય કારકિર્દી શરૂ કરતા પહેલા, ત્રિધા ચૌધરીએ (Tridha Choudhary) વર્ષ 2011 માં કલકત્તા ટાઈમ્સ ફ્રેશ ફેસનો ખિતાબ જીત્યો હતો.'આશ્રમ'માં બાબા નિરાલા સાથે ઇન્ટિમેટ સીન (intemet scene)કરીને હેડલાઇન્સ બનાવનારી ત્રિધા હિન્દીની સાથે અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ જોવા મળી છે. હિન્દી સિનેમામાં (Hindi cinema)કારકિર્દી શરૂ કરતા પહેલા તેણે ઘણી બંગાળી  (Bangali)અને તેલુગુ (Telugu) ફિલ્મોમાં પણ કામ કર્યું છે.2013 માં, બંગાળી સિનેમામાં પ્રવેશ્યાના બે વર્ષ પછી, અભિનેત્રી ત્રિધાએ તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો. તેણે તેલુગુ સિનેમામાં 2015માં આવેલી ફિલ્મ 'સૂર્યા Vs સૂર્યા'થી ડેબ્યૂ કર્યું હતું. ત્રિધાને વર્ષ 2016માં ટીવી દ્વારા દર્શકોનું મનોરંજન કરવાની તક મળી. તેણે સ્ટાર પ્લસની સીરિયલ 'દહલીઝ'થી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું.

આ સમાચાર પણ વાંચો : 'હેરા ફેરી' ની સિક્વલ માટે 'બાબુ ભૈયા’ એ મુકી આ શરત, પરેશ રાવલની વાત સાંભળી મેકર્સને લાગશે 440 વોલ્ટનો ઝટકો

મોટા પડદાથી નાના પડદા પર પોતાનું નસીબ અજમાવ્યા પછી, ત્રિધાને વર્ષ 2017માં OTT પર કામ કરવાની  તક મળી. અભિનેત્રીએ વેબ સિરીઝ 'સ્પોટલાઈટ'માં (spotlight)આરિફ ઝકરિયા સાથે કામ કર્યું હતું, અહીંથી શરૂ થયેલી OTTની સફરમાં તેણે પાછું વળીને જોયું નથી. 'આશ્રમ'માં કામ કરતા પહેલા ત્રિધાએ  (ZEE5)ની 'ધ ચાર્જશીટ' માં કામ કર્યું છે.ઓટીટી પર પોતાના અભિનયને કારણે હેડલાઈન્સમાં આવેલી ત્રિધા ટૂંક સમયમાં બોલીવુડની હાઈ બજેટ ફિલ્મમાં જોવા જઈ રહી છે. તે વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'શમશેરા'માં રણબીર કપૂર(Ranbir Kapoor) સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તે મહત્વના રોલમાં જોવા મળશે.

TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ
Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો
Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!
Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.
Exit mobile version