‘મેડ ઇન હેવન 2’ ની આ અભિનેત્રી ની થઇ રહી છે ચર્ચા, વાસ્તવિક જીવનમાં છે તે દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર ડોક્ટર

વેબસિરીઝ 'મેડ ઇન હેવન 2' માં ડો. ત્રિનેત્રા હલદર ગુમ્મારાજુ ના કામ ના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. તેણે વેબસીરીઝમાં મેહરનું પાત્ર ભજવ્યું છે.

trinetra-haldar-actress-of-made-in-heaven-2-is-the-first-indian-transgender-doctor-in-real-life

trinetra-haldar-actress-of-made-in-heaven-2-is-the-first-indian-transgender-doctor-in-real-life

News Continuous Bureau | Mumbai 

ચાર વર્ષની રાહ જોયા પછી, એમેઝોન પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન’ તેની બીજી સીઝન સાથે પાછી ફરી છે. જ્યારથી આ સિઝન સ્ટ્રીમ થઈ છે, ત્યારથી તે તેની વાર્તાઓ, મુદ્દાઓ અને કાસ્ટ માટે ચર્ચામાં છે. આ સિરીઝમાં એક અભિનેત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, જે હવે હેડલાઇન્સમાં છે, અભિનેત્રીએ આ સીઝનમાં જ એન્ટ્રી કરી છે પરંતુ તેને સૌથી વધુ પ્રેમ મળી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ડો. ત્રિનેત્રા હલદર(Trinetra haldar) ગુમ્મારાજુની જેને મેહરનું(Maher) પાત્ર ભજવ્યું છે. શું તમે જાણો છો કે આ અભિનેત્રી વાસ્તવિક જીવનમાં વ્યવસાયે ડૉક્ટર છે અને દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર ડૉક્ટર(Transgender Doctor) પણ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Raj Thackeray : મુંબઈ ગોવા હાઈવેના કોન્ટ્રાક્ટરની ઓફિસમાં તોડફોડ; રાજ ઠાકરેના આદેશ બાદ મનસે સૈનિકો થયા આક્રમક.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

મેડ ઈન હેવન ની મહેર છે દેશ ની પ્રથમ ટ્રાન્સજેન્ડર ડોક્ટર

ડો.ત્રિનેત્રા નો પ્રથમ વખત અનેક કાર્યો કરવાનો રેકોર્ડ છે. જેમ કે તે પ્રથમ ટ્રાન્સજેન્ડર કન્ટેન્ટ નિર્માતા છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર તેના લિંગ પરિવર્તનનું દસ્તાવેજીકરણ કરનાર પ્રથમ ભારતીયમાંની એક છે. ડો. ત્રિનેત્રા એ 21 વર્ષની ઉંમરે પોતાનું લિંગ બદલવા માટે સર્જરી કરાવી હતી. કસ્તુરબા મેડિકલ કોલેજ, મણિપાલમાંથી મેડિકલ ગ્રેજ્યુએટ તરીકે, તે કર્ણાટકમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ડોક્ટર પણ છે.ડો. ત્રિનેત્રાને ફોર્બ્સની ભારતની ટોપ અંડર 30 યાદીમાં પણ સ્થાન મળ્યું છે. તેણીની સફર વિશે વાત કરતા તેણીએ કહ્યું હતું કે, “હું પ્રથમ બાળક હતી, પરંતુ હું ક્યારેય છોકરાઓમાં ની એક ન હતી. નાના છોકરાઓ પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે તે તમામ વસ્તુઓ જેમ કે રમતગમત અને તે બધું. કેટલાક ગુણો જેને આપણે પરંપરાગત રીતે જોડીએ છીએ. પુરૂષવાચી બનવું મારામાં કુદરતી રીતે આવ્યું નથી. મારા પિતાએ શક્ય તેટલી બધી રીતે મને પુરૂષવાચી બનાવવાનો પ્રયાસ કર્યો, જે દરેક ભારતીય પિતા કરે છે. હું છોકરો નથી તે સમજવામાં વર્ષો લાગ્યા.અને હું તે ઓળખ ને અપનાવવા નહોતો માંગતો “

 

મેડ ઈન હેવન માં આ રીતે મળ્યો મહેર નો રોલ

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા વીડિયોની લોકપ્રિયતાને કારણે ઝોયા અખ્તરે ત્રિનેત્રા ને આ રોલ ઓફર કર્યો હતો. જ્યારે તેને આ ઓફર મળી ત્યારે તે હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરી રહી હતી.

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version