News Continuous Bureau | Mumbai
Tripti dimri:ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને તેના એક્શન દ્રશ્ય અને ઇન્ટિમેટ સીન ને કારણે A સર્ટિફિકેટ મળ્યું હતું.ફિલ્મ એનિમલ માં તૃપ્તિ ડીમરી એ ઘણા ઇન્ટિમેટ સીન આપ્યા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી હતી, ફિલ્મ એનિમલ બાદ તૃપ્તિ ને નેશનલ ક્રશ નું પણ બિરુદ મળ્યું હતું. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તૃપ્તિ એ જણાવ્યું હતું કે ઇન્ટિમેટ સીન ફિલ્માવતા પહેલા રણબીરે તેને કેવી રીતે મદદ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Main Atal Hoon: દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ ઉત્તર મુંબઈમાં સ્થિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની વિશાળ પ્રતિમાની લીધી મુલાકાત..
તૃપ્તિ ડીમરી એ કર્યો ખુલાસો
ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર સાથે ઇન્ટિમેટ સીન આપી ને તૃપ્તિ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તાજેતરમાં, એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં, જણાવ્યું કે,’ફિલ્મમાં કામ કરતી વખતે તમારો કો-સ્ટાર એવો હોવો જોઈએ જેના પર તમે વિશ્વાસ કરી શકો. આ એટલા માટે છે કારણ કે તમારે તમારા સહ-અભિનેતા સાથે તે દ્રશ્યો કરવા માટે આરામદાયક હોવા જોઈએ. જોકે, સંદીપ રેડ્ડી વાંગા અને રણબીરે મને આરામદાયક અનુભવ કરાવ્યો. તેણે મને દરેક વખતે શૂટિંગ દરમિયાન કહ્યું, ‘જ્યારે તમે અસ્વસ્થતા અનુભવો છો, ત્યારે તમારે ફક્ત અમને જણાવવું પડશે. મેં આ સીનનું શૂટિંગ ફિલ્મના અન્ય સીન જેટલું જ હળવાશથી કર્યું, કારણ કે તે સ્ટોરીનો એક ભાગ હતો અને સગવડનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.’
