News Continuous Bureau | Mumbai
Triptii dimri: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં રણબીર કપૂર, રશ્મિકા , બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ આ ત્રણેય કરતા ફિલ્મ ની સેકન્ડ અભિનેત્રી તૃપ્તિ ડીમરી ની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ માં તૃપ્તિ ડીમરી એ ન્યૂડ સીન આપી ને ચર્ચા માં આવી છે. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેના માતા-પિતા પણ તેનો રોલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તૃપ્તિ ડીમરી એ કર્યો ખુલાસો
મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે તૃપ્તિ ને પૂછવામાં આવ્યું કે ફિલ્મ એનિમલ માં તેના ન્યૂડ સીન પર તેના માતા-પિતાની પ્રતિક્રિયા શું છે, તો અભિનેત્રીએ કહ્યું, “મારા માતા-પિતા થોડા આશ્ચર્ય પામ્યા હતા. તેઓએ કહ્યું, ‘અમે ક્યારેય ફિલ્મોમાં આવું જોયું નથી અને તમે તે કર્યું.’ તે દ્રશ્યમાંથી બહાર આવવામાં તેમને સમય લાગ્યો. જો કે, તેઓ મારા માટે ખૂબ જ પ્રેમાળ હતી. તેની પ્રતિક્રિયા એવી હતી કે તમારે આવું ન કરવું જોઈએ… પરંતુ તે ઠીક છે. માતાપિતા તરીકે, અમે પણ એવું જ અનુભવીશું.”
Tripti Dimri and Ranbir Kapoor much talked scene from #AnimalMovie #AnimalMovieReview 🔥🔥 pic.twitter.com/CKRcnoE6gQ
— Zoya Khan (@SweetZzoya) December 1, 2023
તૃપ્તિએ કહ્યું, ‘મેં તેને કહ્યું કે હું કંઈ ખોટું નથી કરી રહી. તે મારું કામ છે અને જ્યાં સુધી હું આરામદાયક અને સલામત છું ત્યાં સુધી મને તેની સાથે કોઈ સમસ્યા નથી. હું એક અભિનેત્રી છું અને હું જે પણ પાત્ર ભજવું છું તેના પ્રત્યે હું 100 ટકા પ્રમાણિક છું. મેં એ જ કર્યું.’
આ સમાચાર પણ વાંચો : Animal: 8 દિવસમાં રણબીરની ફિલ્મ એનિમલે કરી અધધ કમાણી, પિક્ચર અભી બાકી હે..