Site icon

TRP Rating: અનુપમાને લાગ્યો જોરદાર ઝટકો: ટીઆરપી રેસમાં ટોપ પરથી ફેંકાઈ બહાર, જાણો કયા શોએ મારી બાજી અને કોણ છે ટોપ-10 માં

TRP Rating: ટીવી ઈન્ડસ્ટ્રીમાં દર અઠવાડિયે શોના ભાગ્ય બદલાય છે. આ વખતે ફેન્સ માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' બીજા નંબરે ધકેલાઈ ગયો છે.

TRP Rating: Big Boss Snatches Top Spot from Anupama; Check Out the Top 10 Shows of the Week

TRP Rating: Big Boss Snatches Top Spot from Anupama; Check Out the Top 10 Shows of the Week

News Continuous Bureau | Mumbai

TRP Rating: વર્ષના 49માં અઠવાડિયાના TRP રિપોર્ટમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી નંબર-1 પર રહેલા ‘અનુપમા’ શોને પછાડીને હવે અન્ય એક રિયાલિટી શોએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ અઠવાડિયે ‘લાફ્ટર શેફ’ની પણ ટોપ-5માં ધમાકેદાર વાપસી થઈ છે, જ્યારે જૂના લોકપ્રિય શોના રેન્કિંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vikram Bhatt: વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી, જાણો કયા કેસમાં ફસાયા?

બિગ બોસ બન્યો નંબર વન

ટીવી જગતના લેટેસ્ટ ટીઆરપી (TRP) ચાર્ટમાં આ અઠવાડિયે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. હંમેશા ટોપ પર રહેતી સીરિયલ ‘અનુપમા’ ને પછાડીને રિયાલિટી શો ‘બિગ બોસ’ નંબર વન પર આવી ગયો છે. બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે હોવાથી ફેન્સમાં ભારે ઉત્સાહ હતો, જેને કારણે શોએ જબરદસ્ત રેટિંગ સાથે શાનદાર વિદાય લીધી છે. બીજી તરફ, અનુપમા હાલ મુંબઈમાં પોતાનું નસીબ અજમાવી રહી છે તેવો ટ્રેક ચાલતો હોવા છતાં, આ વખતે તેને બીજા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો છે.ટોપ-5 શોની યાદીમાં અન્ય સીરિયલ્સની વાત કરીએ તો, ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’ આ વખતે પ્રેક્ષકોને આકર્ષવામાં સફળ રહી છે અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. કોમેડી અને કુકિંગના મિશ્રણવાળા શો ‘લાફ્ટર શેફ’ એ પણ ટીવી પર જોરદાર વાપસી કરીને ચોથું સ્થાન કબજે કર્યું છે, જ્યારે ‘તુમ સે તુમ તક’ શો પાંચમાં સ્થાને પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.


ટીઆરપી ચાર્ટમાં છઠ્ઠાથી દસમા સ્થાન સુધી પણ આ અઠવાડિયે રસાકસી જોવા મળી છે. ‘ઉડને કી આશા’ સીરિયલ ગયા અઠવાડિયે ચોથા સ્થાને હતી, જે આ વખતે સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અબ્દુલની સાયકલ ચોરીના રસપ્રદ પ્લોટને કારણે સાતમા સ્થાને રહ્યો છે. જ્યારે ‘ગંગા માઈ કી બેટિયાં’ આઠમા અને ‘વસુધા’ નવમા સ્થાને રહ્યા છે. સૌથી ચોંકાવનારો ઘટાડો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં જોવા મળ્યો છે, જે સીધો દસમા સ્થાને ધકેલાઈ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version