Site icon News Continuous Bureau | Mumbai

બાર્કે જાહેર કરી ટીઆરપી લિસ્ટ : ટીવીજગતના આ લોકપ્રિય કૉમેડી શૉને લાગ્યો ઝટકો, જાણો કયા ટૉપ-5 શૉએ મારી બાજી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

30 જાન્યુઆરી 2021

બાર્કની 55 મા અઠવાડિયાની ટીઆરપી રેટિંગ આવી ગઈ છે. જોકે આ અઠવાડિયાની ટીઆરપી ચાર્ટમાં બહુ પરિવર્તન જોવા મળ્યું નથી. ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય શૉમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  એકવાર ફરીથી ટૉપ-5 શૉઝની લિસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમ જ અન્ય શૉઝએ ટીઆરપી લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સલમાન ખાનનો શૉ બિગ-બૉસ 14 સતત ટીઆરપી માટે ઝઝૂમી રહ્યો છે અને આ વખતે પણ શૉ આ સૂચિમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.  મહત્વપૂર્ણ છે કે ગયા અઠવાડિયે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પાંચમા સ્થાન પર રહ્યો હતો.

બાર્ક દ્વારા 16-22 જાન્યુઆરી વચ્ચે જાહેર કરવામાં આવેલા શૉની રેન્કિંગ જોઈએ તો રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેનો શો 'અનુપમા'એ ટૉપ પર છે. ઉલ્લેખનીય છે કે આ શૉ ઘણા અઠવાડિયાથી પહેલા નંબર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારે બીજા અને ત્રીજા સ્થાન પર પણ સ્ટાર પ્લસનો શૉ 'ઈમલી' અને 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' રહ્યો છે. તો ચોથા અને પાંચમાં સ્થાન પર ઝીટીવી પર પ્રસારિત થતો શૉ 'કુંડળી ભાગ્ય' અને 'કુમકુમ ભાગ્ય' છે.  

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version