Site icon

લોકોના હૃદયને સ્પર્શી રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’, શાનદાર કમાણી સાથે કરી હોળીની ઉજવણી

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘તું જૂઠી મેં મક્કાર’ એ થિયેટરોમાં દસ્તક આપી છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોતા હતા. હોળીના પ્રસંગે રિલીઝ થયેલી, આ ફિલ્મને શરૂઆતના દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ચાલો જાણીયે કે ટિકિટ વિન્ડો માંપ્રથમ દિવસે ફિલ્મે કેટલા કરોડનો વ્યવસાય કર્યો છે.

tu jhoothi main makkar box office collection day one ranbir kapoor shraddha- kapoor film wednesday earning

લોકોના હૃદયને સ્પર્શી રણબીર કપૂરની ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’, શાનદાર કમાણી સાથે કરી હોળીની ઉજવણી

News Continuous Bureau | Mumbai

 દિગ્દર્શક લવ રંજન રોમેન્ટિક-કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. આ પહેલા તેમણે ‘દે દે પ્યાર દે’ , ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મમાં પહેલી વાર રણબીર સાથે કામ કરનાર લવે  તેમની નવી ફિલ્મમાં પણ એક નવી વાર્તા આપી છે, જે પ્રેક્ષકો ને ખુબ પસંદ આવી રહી છે.

Join Our WhatsApp Community

 

ફિલ્મે કરી આટલા કરોડ ની કમાણી 

આ ફિલ્મનું બજેટ લગભગ 95 કરોડનું છે.ફિલ્મના પહેલા દિવસના કલેક્શન વિશે વાત કરીએ તો, પ્રારંભિક આંકડા અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે 14 કરોડનો ધંધો કર્યો છે. કિંમત અનુસાર ફિલ્મનો વ્યવસાય ખૂબ સારો છે. નોંધનીય છે કે વિવેચકોએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે, જેથી તેનું કલેક્શન આવતા સમયમાં જોઇ શકાશે. તમને જણાવી દઈએ કે પ્રથમ દિવસની શાનદાર કમાણી સાથે રણબીરની ટોચની ઓપનર ફિલ્મમાં, ‘તું જૂઠી મેં મક્કાર’ ચોથા પદ પર આવી છે. આ સૂચિ માં ‘બ્રહ્માસ્ત્ર’ ટોપ પર છે જે ગયા વર્ષે રજૂ થઇ હતી. 

 

રણબીર કપૂર નું વર્ક ફ્રન્ટ 

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રણબીર આ ફિલ્મ પછી તરત જ ‘એનિમલ’ માં  જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પહેલા, તેણે કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં તેના સિવાય, રશ્મિકા મંડન્ના  અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version