News Continuous Bureau | Mumbai
90ના દાયકાના કેટલાક કોમેડી શો એવા છે જે આજે પણ લોકોના મનમાં અકબંધ છે. એવો જ એક શો હતો તુ તુ મૈં મૈં આ શો ભલે સાસ બહુ ની નોક ઝોંક પર આધારિત હોય, પરંતુ આ શોએ સાસુ અને વહુ વચ્ચેની લડાઈનો અર્થ બદલી નાખ્યો.તુ તુ મૈં મૈં માં સાસુ અને વહુની ખાતી-મીઠી બોલાચાલી દેખાડવામાં આવી હતી. હવે ફરી એકવાર આ સપનું પરત ફરવા જઈ રહ્યું છે. આ શો પહેલીવાર જુલાઇ 1994માં ટીવી પર લાવવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર આ શો ટીવી પર આવવા માટે તૈયાર છે.આ સિરિયલમાં સ્વ.રીમા લાગુએ સાસુની ભૂમિકા ભજવી હતી અને સુપ્રિયા પિલગાંવકરે વહુની ભૂમિકા ભજવી હતી. રીમા લાગૂ આ શોમાં સાસુ તરીકે જામતી હતી. આવી સ્થિતિમાં હવે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શોમાં તેનું સ્થાન કોણ લેશે.
આ અભિનેત્રી ભજવશે રીમા લાગુ ની ભૂમિકા
સમાચાર છે કે આ વખતે સાસુ બીજું કોઈ નહીં પણ સુપ્રિયા પિલગાંવકર હશે. રિપોર્ટ અનુસાર, સચિન પિલગાંવકરે કહ્યું કે તેઓ આ શોને ફરી એકવાર દર્શકો સામે લાવવાની તૈયારી કરી રહ્યા છે.અભિનેતાએ જણાવ્યું કે આ વખતે શોમાં સુપ્રિયા પિલગાંવકર પુત્રવધૂ તરીકે નહીં પરંતુ સાસુના રૂપમાં જોવા મળશે. સચિને વધુમાં કહ્યું કે આ શો જ્યારે પ્રસારિત થતો હતો ત્યારે આ પેઢી શાળામાં જ હશે. તેઓ આ શો જોઈને જ મોટા થયા છે.તમને જણાવી દઈએ કે, પ્રથમ સિઝનમાં સચિન પિલગાંવકર પણ હતા, તેઓ શોમાં ચંદનના પાત્રમાં જોવા મળ્યા હતા. તુ તુ મેં મૈં’નું નિર્દેશન સચિન પિલગાંવકરે કર્યું હતું.શોમાં રીમા લાગૂએ દેવકી વર્મા એટલે કે સાસુની ભૂમિકા ભજવી હતી, સુપ્રિયા પિલગાંવકરે રાધા વર્મા એટલે કે વહુની ભૂમિકા ભજવી હતી. મહેશ ઠાકુરે રાધિકા વર્માના પુત્ર રવિ વર્માનો રોલ કર્યો હતો. 2006માં આ સિરીઝની સિક્વલ ‘કડવી ખટ્ટી મીઠી’ પણ રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન પણ સચિન પિલગાંવકરે કર્યું હતું.