News Continuous Bureau | Mumbai
Tu Yaa Main Movie Review: નિર્દેશક બેજોય નાંબિયારની ફિલ્મ ‘તુ યા મૈં’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, પરંતુ રિવ્યુ મુજબ આ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. થાઈ ફિલ્મ ‘ધ પૂલ’ની સીધી રિમેક હોવા છતાં, આ હિન્દી ફિલ્મ દર્શકોને બાંધી રાખવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મના ટ્રીટમેન્ટમાં રહેલી નબળાઈ તેને એક એવરેજ ફિલ્મ બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : Ranveer Singh Pralay: રણવીર સિંહની ‘પ્રલય’ નું બજેટ સાંભળીને હોશ ઉડી જશે: અધધ આટલા કરોડના ખર્ચે બનશે ભારતની સૌથી મોટી જોમ્બી ફિલ્મ, જાણો શું છે ખાસિયત
ખેંચાયેલી વાર્તા અને કંટાળાજનક ગીતો
ફિલ્મનો પહેલો ભાગ અત્યંત નબળો છે. બે ઇન્ફ્લુએન્સર વચ્ચેની કેમેસ્ટ્રી કેવી રીતે સર્જાય છે તે સમજાવવામાં નિર્દેશક થાપ ખાઈ ગયા છે. વાર્તામાં વગર કારણે અનેક ગીતો ઠાંસી દેવામાં આવ્યા છે, જે દર્શકોને ઇરિટેટ કરે છે. ઓરિજનલ ફિલ્મ ૧ કલાક ૪૦ મિનિટની હતી, જ્યારે આ રિમેકને ૨ કલાક ૨૫ મિનિટ સુધી ખેંચીને દર્શકોના ધૈર્યની કસોટી લેવામાં આવી છે.
View this post on Instagram
નબળી સ્ક્રિપ્ટ હોવા છતાં આદર્શ ગૌરવે કમાલનું કામ કર્યું છે. મુંબઈના લોકલ રેપર તરીકે તેનો લુક અને બોલી બંને પ્રભાવશાળી છે. શનાયા કપૂરે પણ પોતાનું કામ પ્રામાણિકતાથી કર્યું છે. તે પોતાના પાત્રમાં સૂટ થાય છે અને નેપોટિઝમના ટ્રોલિંગ વચ્ચે તેણે સાબિત કર્યું છે કે તે અભિનય કરી શકે છે. જોકે, પારુલ ગુલાટીનો રોલ સમજની બહાર છે અને તે આ પાત્રમાં જામતી નથી.ફિલ્મનો બીજો ભાગ સ્વિમિંગ પૂલમાં ફસાયેલા કપલ અને મગરની આસપાસ ફરે છે. અહીં કેટલીક જગ્યાએ લોજિકનો અભાવ જોવા મળે છે. હિમાંશુ શર્માની લેખણી અને બેજોય નાંબિયારનું નિર્દેશન આ વખતે પ્રભાવ પાડી શક્યું નથી. લોકેશન સારા છે, પણ વાર્તામાં જે ડર અને રોમાંચ હોવો જોઈએ તે ગાયબ છે. જો તમારી પાસે બીજું કંઈ કરવાનું ન હોય, તો જ આ ફિલ્મ જોવાનું સાહસ કરજો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)